fbpx
ગુજરાત

સિદ્ધપુર ખાતે નવિન સરપંચો-સભ્યોનો સન્માન સમારોહ યોજાયો

સિદ્ધપુર માર્કેટ યાર્ડ હૉલ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત સરસ્વતી તેમજ સિદ્ધપુર તાલુકાના વિજયી થયેલા નવિન સરપંચો તેમજ સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સરપંચ તેમજ સભ્યોને મોમેન્ટો, ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, મરજીના બેન મલેક, વદુસિંહ ઠાકોર, રણજીતસિંહ ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ સાકેરા બેન મરેડિયા, ઉપપ્રમુખ દશરથ પટેલ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમિદભાઈ મોકનોજીયા, સરસ્વતી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સારજીજી ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, મુસ્લિમ અગ્રણી અહેમદભાઈ નાંદોલીયા, તેમજ તાલુકાના સદસ્યો, જિલ્લાના સદસ્યો સિદ્ધપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિવિધ ગ્રામજનોએ હાજરી આપી હતી.

આ સાથે કોંગ્રેસ પક્ષમાંથી વિજયી થયેલા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના સદસ્યોનું પણ સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું. સિદ્ધપુરના ધારાસભ્યના જણાવ્યા મુજબ દરેક સરપંચોને જ્યાં જરૂર પડે ત્યાં વિના વિવાદે કામ કરવાની પણ ખાતરી આપી હતી.

Follow Me:

Related Posts