તમિલનાડુના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર :આઈએમડી
ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે, ચેન્નઈ મેટ્રોએ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી શકે તે માટે સેવાનો સમય એક કલાક વધારીને ૧૨ વાગ્યા સુધી કરવાની જાહેરાત કરી હતી. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના કમિશનર ગગનદીપ સિંહ બેદીએ જણાવ્યું કે ચેન્નાઈમાં વૃક્ષો પડવાના ૨૭ કેસ નોંધાયા છે. શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાને દૂર કરવા માટે ૧૪૫થી વધુ પંપ ચાલી રહ્યા છે.
અગાઉ, બપોરથી, શહેર અને ઉપનગરોના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો અને ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી વધુ ૧૭.૬૫ સેમી વરસાદ એમઆરસી નગરમાં નોંધાયો હતો. નુંગમબક્કમ અને મીનામ્બક્કમ અનુક્રમે ૧૪.૬૫ સેમી અને ૧૦ સેમી નોંધાયા હતા. ૈંસ્ડ્ઢએ ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. વરસાદ બે કલાક સુધી રહેવાની ધારણા હતી. આજે અગાઉ, ૈંસ્ડ્ઢ એ ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના રોજ દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી હતી.ચેન્નઈ અને તેના ઉપનગરોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ અને સબવે પાણીમાં ડૂબી ગયા હતા. આ વરસાદ તાજેતરના વર્ષોમાં સૌથી ભારે વરસાદમાંનો એક હોઈ શકે છે. શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. સાંજે ૬ થી ૮ઃ૩૦ વાગ્યા સુધી શહેરના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને માઉન્ટ રોડ, પૂનમલી રોડ પર ભારે વરસાદ જાેવા મળ્યો હતો.તે જ સમયે, ચેન્નઈ શહેરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ બાદ વીજળી પડવાથી ત્રણ લોકોના મોત પણ થયા છે. જ્યારે અન્ના નાગાટો વિસ્તારમાં વીઆર મોલની છતનો એક ભાગ પણ ધરાશાયી થયો છે.
Recent Comments