ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ૩૧ ડિસેમ્બર અનુસંધાને ૩૯૮ નબીરાઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી
૩૧ મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના શહેર/જીલ્લાઓમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ nCOVID-19ના કારણે સદરહું ઉજવણી બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી થાય તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરવામાં આવેલ હતી. DGPશ્રીની સૂચનાને અસરકારક અને હેતુસભર બનાવવા માટે ભાવનગર રેન્જ IGP શ્રી અશોક કુમાર IPS નાઓના આદેશથી ભાવનગર રેન્જના ડીવીજનના ASP/DYSP, LCB, SOG, QRT, હેડ ક્વાર્ટર તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલ. આ ટીમોને જરૂરીયાત મુજબના હથિયાર, વાહનો, હેલ્મેટ/ઢાલ, બી.પી. જેકેટ, સર્ચ લાઇટ વિગેરે જેવા સંસાધનો પુરા પાડવામાં આવેલ હતા. જેના દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ભાવનગર રેન્જમાં કોમ્બિંગ દરમ્યાન પ્રોહિબીશનના ૩૯૭ કેસો કરી ૩૯૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જીલ્લામાં ૩૪ કેસો કરી ૩૪ આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લામાં ૩૨૬ કેસો કરી ૩૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા દ્વારા ૧૮ કેસો કરી ૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ કેફી પીણું પીને વાહન ચલતાવતા ૧૯ વાહનચાલકોના ૧૯ વાહનો ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે
Recent Comments