નવા વર્ષમાં અમદાવાદમાં રોજગારીની તકો મળશે
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી શાસક પક્ષ ભાજપે વિસ્તારક યોજના શરૂ કરી છે, જેમાં કાર્યકર્તાઓ ૧૦ દિવસ માટે નક્કી કરેલા રાજ્યના કોઈ પણ જિલ્લામાં યુવાનો સાથે સંમેલન યોજશે અને તેમનું રજિસ્ટ્રેશન કરાવશે. ખાસ નવા યુવા મતદારોના સંપર્ક માટે આ આયોજન કરાયું છે. મેટ્રોના ફેઝ-૧નું ૪૦ કિમી રૂટનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું થશે. શહેરીજનો વસ્ત્રાલથી થલતેજ સુધી અને એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો લાભ લઈ શકશે.
સાબરમતી સ્ટેશનને ટર્મિનસ તરીકે શરૂ કરી દેવાશે, જેથી ઉત્તર ભારતની કેટલીક ટ્રેનોનું સાબરમતીથી સંચાલન થઈ શકશે. એસવીપી સિનિયર સિટીઝન માટે ઇન્ટરનેશનલ ધારાધોરણ સાથે જીરિયાટ્રિક વિભાગ શરૂ કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બનશે. ઉપરાંત ૧૨૦ કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલનું નવીનીકરણ, શારદાબેન અને એલજી હોસ્પિટલનું નવીનીકરણ થશે. આ સિવાય શહેરને ૧૧ નવા અર્બન હેલ્થ સેન્ટર મળશે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે ફેસિલિટી શરૂ કરવા પ્રોજેક્ટ સ્થપાશે. પીરાણામાં બાયો માઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત લીગાસી વેસ્ટ પ્રોસેસની કામગીરી વધારાશે. અંદાજ મુજબ વાર્ષિક ૫૦ લાખ મેટ્રિક ટન લીગાસી વેસ્ટ પ્રોસેસ કરાશે.ઘન કચરામાંથી કમ્પોસ્ટ બનાવવા ૫૦૦ ટીપીડી કેપેસિટીનો કમ્પોસ્ટ પ્લાન્ટ તૈયાર કરાશે.
પ્રાઈવેટ ડેવલપર દ્વારા ૭૦ હજારથી વધુ એફોર્ડેબલ હાઉસ બનાવાશે. શહેરને વધુ ૪ ફ્લાયઓવર, ૨ કોમ્યુનિટી હોલ, બેન્ક્વેટ હોલ, ૮ લાઇબ્રેરી, ૮ નવા આધુનિક નાઇટ શેલ્ટર મ?ઓળશે. ઉપરાંત રિવરફ્રન્ટ ફેઝ-૨ની કામગીરી થશે તથા ૫૪ જેટલાં સ્લમ માટે ૈંજીજીઇ હેઠળ ૧૭,૫૨૧ આવાસ બનાવાશે.શહેરમાં રોજગાર કચેરીના માધ્યમથી એક વર્ષમાં ૨૫ જેટલા રોજગાર મેળાના આયોજનનું લક્ષ્યાંક છે, જેમાં આશરે ૧૨ હજારથી ૧૩ હજાર યુવાનોને નોકરી અપાશે તેમ શ્રમ-રોજગાર વિભાગનાં સૂત્રો જણાવે છે. આ ભરતી મેળા થકી સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, આઈટી, ફાઇનાન્સ, મેનેજમેન્ટ સેક્ટરમાં નોકરીઓ મળશે.
Recent Comments