સુરતમાં ટયુશનથી ઘરે આવેલી કિશોરીએ ઝેરી દવા પી લેતા ચકચાર
સુરતમાં સવારે ૮ વાગે ટ્યુશન ગયેલી મધુ ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.યુપીના રહેવાસી સંજય પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના મોતને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘર નજીક આંટા-ફેરા મારી બાઈકના હોર્ન વગાડી પોતે આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો દેખાયો હતો.
બસ પોલીસ અમને ન્યાય અપાવે એવી જ અમારી વિનંતી છે.અજય પાંડે (દુઃખી પિતા)એ કહ્યું હતું કે, ચાર સંતાનો પૈકી બે દીકરા અને બે દીકરીઓમાં મધુ (ઉ.વ. ૧૫) સૌથી મોટી દીકરી હતી. ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે મધુનું મોત નીપજ્યું હતું.મધુ મહોલ્લાના એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જાેકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ હકીકત માતાને જણાવી દીધી હતી.
શનિવારની રાત્રે પત્નીએ આ વાત મને કહેતા મેં મધુને અભ્યાસ પર ધ્યાન આપવા જ પ્રેમથી સમજાવી હતી.મમ્મી, એક વાત કહું, મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. કહી ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પીડિત પિતાએ કહ્યું, મને ખબર પડ્યા બાદ માત્ર અભ્યાસ પર ધ્યાન આપવા જ કહ્યું હતું. મધુ ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે સવારે પણ લગ્ન માટે દબાણ કરતો યુવક મારા ઘર બહાર બાઇક પર આંટા ફેરા મારી બાઈકનો હોર્ન વગાડતો દેખાયો હતો.
Recent Comments