fbpx
ગુજરાત

તરૂણોને રસી આપવા માટે હજારથી વધુ કર્મચારીઓ કામે લાગ્યા

સુરત પાલિકા દ્વારા ૧૫થી ૧૮ વર્ષના કિશોરો રસી આપવા દૈનિક આશરે ૧૨૦ જેટલી શાળાઓ અને ૧૦ જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક શાળા દીઠ એક નોડલ અને હજારથી વધુ સ્ટાફ કામે લાગ્યો છે. ૭મી સુધીમાં રસીકરણ વિદ્યાર્થીઓને તેમની શાળાઓમાં આપવાની સાથે સાથે ૯ જેટલા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાંથી પણ રસી કિશોરો લઈ શકશે સાથે જ રજીસ્ટ્રેશન પણ પાલિકાની વેબસાઈટ પર કરી શકશે.

તમામ કિશોરેને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. ૧૮થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે ૩૦ સેન્ટર બીજા ડોઝ માટે ૮૩ સેન્ટર અને વિદેશ જનારા માટે ૨ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે કોવેક્સિન રસી માટે ૮ સેન્ટર શરૂ કરાયા છે. કુલ ૧૨૩ સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે પ્રતિકારક એવી રસી માટે પાલિકા દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. શહેરીજનોમા માટે ૧૨૩ સેન્ટરની સાથે સાથે ૧૫થી ૧૮ વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ૧.૯૨ લાખ જેટલા કિશોરોને રસી મળી રહે તે માટે પાલિકાનો ૧ હજારથી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે.

સાથે ૭મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ૨૦૯ અને જિલ્લામાં ૧૪ કેસ સાથે વધુ ૨૨૩ કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૫૦૪૦ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. શહેર-જિલ્લામાંથી ૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૧૧૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૮૦૭ નોંધાઈ છે.

Follow Me:

Related Posts