ભાવનગર નઈ તાલીમ અંતર્ગત ૧૦૦ વિધાર્થી ઓને ત્રણ લાખ વિદ્યોતેજક સહાય અપાશે
ભાવનગર નઈ તાલીમ સાથે જોડાયેલ વધુ ૧૦૦ વિદ્યાર્થિની ઓને ૩ લાખની સહાય સ્વ રજનીભાઇ ગાંધીની સ્મૃતિમાં આગામી તારીખ ૫ જાન્યુઆરી બુધવારે દક્ષિણામૂર્તિ – મણાર શાળામાં વધુ ૧૦૦ છાત્રાઓને શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવશે શ્રી હીરાબહેન માનભાઇ ભટ્ટ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ અંતર્ગત સતત રર મા વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ તથા સ્નાતક – અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતી ૩૨૯૯ બહેનોને રૂપિયા ૬૦,૦૧૮૦૦ / ની વિદ્યોતેજક સહાય પહોંચાડવામાં આવી છે . કોઈપણ ગરીબ બહેન આર્થિક વિટંબણાના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટેના શિશુવિહાર સંસ્થાના પ્રયાસને બળવત્તર કરતા મુંબઇ સ્થિત મહેન્દ્ર ચત્રભૂજ ગાંધી પરિવાર તરફથી વિશેષતહ સહાય મળતા વર્ષ ૨૦ રર.ના પ્રારંભે નઈતાલીમ સાથે મૂલ્ય અને શ્રમનું શિક્ષણ લેતી ગામડાની ૧૦૦ બહેનોને પસંદ કરી સહાયભૂત થવામાં આવશે . જાણીતા ચિંતક શ્રી અરુણભાઇ દવે તથા શ્રી રચનાબહેન ગૌરાંગભાઇ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર સંમેલનમાં ૧૦૦ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે .
Recent Comments