એર ઈન્ડિયાને ટાટાને સોંપતા બીજેપી નેતા કોર્ટમાં પહોંચ્યા
સરકારે ૨૫ ઑક્ટોબરના રોજ ૧૮૦૦૦ કરોડ રૂપિયામાં એર ઇન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સની સાથે ખરીદીનો કરાર કર્યો હતો. ટાટા સોદોની અવેજમાં સરકારને ૨૭૦૦ કરોડ રૂપિયા રોકડા આપશે અને એરલાઇન પર બાકી લેણા ૧૫૩૦૦ કરોડના લઇ લેશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે સરકારને આ સોદાની અંતર્ગત મળનાર રોકડ રકમ અધિગ્રહણ પ્રક્રિયા પૂરી થયા બાદ જ મળશે. એર ઇન્ડિયા વર્ષ ૨૦૦૭-૦૮માં ઇન્ડિયન એરલાઇન્સની સાથે મર્જર બાદથી જ સતત ખોટમાં ચાલી રહી હતી. ગયા વર્ષે ૩૧મી ઑગસ્ટના રોજ કુલ ૬૧૫૬૨ કરોડ રૂપિયાના બાકી લેણા હતા.ભાજપના નેતા સુબ્રમણ્મય સ્વામી એ ‘એર ઇન્ડિયા’ના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને રદ કરવા અને અધિકારીઓ દ્વારા તેને આપવામાં આવેલી મંજૂરી પર પ્રતિબંધનો અનુરોધ કરવા દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની બેન્ચ આજે અરજી પર સુનવણી કરી શકે છે. રાજ્યસભાના સભ્ય સ્વામીએ હાલની એર ઇન્ડિયાની ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાના સંબંધમાં અધિકારીઓ દ્વારા કોઇપણ અગ્રીમ કાર્યવાહી કે ર્નિણય કે અનુમોદન અથવા મંજૂરીને રદ કરવાનો અનુરોધ કર્યો છે. સ્વામીએ અધિવક્તા સત્ય સબરવાલના માધ્યમ દ્વારા અરજીમાં અધિકારીઓની ભૂમિકા અને કાર્યશૈલીની સીબીઆઈ તપાસ કરવા અને તેનો એક વિસ્તૃત રિપોર્ટ કોર્ટની સમક્ષ રજૂ કરવાનો પણ અનુરોધ કર્યો છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં કેન્દ્ર સરકારે ટાટા સન્સની એક કંપની દ્વારા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના ૧૦૦ ટકા શેરોની સાથો સાથ ‘ગ્રાઉન્ડ હેન્ડલિંગ’ કંપની એઆઇએસટીએસમાં ૫૦ ટકા હિસ્સા માટે રજૂઆત કરી સૌથી ઉંચી બોલીને સ્વીકારી હતી. બીજીબાજુ માનવામાં આવી રહ્યું છે કે એર ઇન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપવાનું કામ આ મહિને પૂરું થઇ શકે છે
. રેગ્યુલેટરી અપ્રૂવલમાં વિલંબના લીધે જે ડીલ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરી થવાની હતી તે હવે મહિનામાં પૂરી થઇ જશે. ૨૦ ડિસેમ્બરના રોજ ઝ્રઝ્રૈં એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા પાસેથી પણ આ ડીલને મંજૂરી મળી ગઇ હતી.
Recent Comments