fbpx
અમરેલી

અમરેલી જીબીઆ ટીમ દ્વારા ઝુપડપટ્ટીના બાળકોને પતંગ, નાસ્તો,સ્કુલ કીટ,ચકલી ઘર માળા વિતરણ કરાયા

જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન – અમરેલી આયોજિત સોશિયલ એક્ટિવિટી કાર્યક્રમમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ તેમજ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રીતિ શર્મા ની ખાસ ઉપસ્થિતિ

બ્લડ ડોનેશન કેમ્પમાં 108 યુનિટ બ્લડ એકત્ર કરાયું, મેનેજિંગ ડિરેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ તથા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રીતિ શર્મા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું.
જીબીઆ ટીમ – અમરેલી દ્વારા ઝુપડપટ્ટીમાં બાળકોને પતંગ – નાસ્તો વિતરણ, જરૂરિયાતમંદ સ્કુલ બાળકોને દફતર – સ્કુલ કીટ વિતરણ તેમજ ચકલી ઘર – માળા વિતરણ જેવા વિવિધ સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ.

તારીખ ૪ ૦૧ ૨૦૨૨ ના રોજ જીબીઆ, અમરેલી દ્વારા આયોજિત સોશિયલ એક્ટિવિટી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મેનેજિંગ ડિરેક્ટર પીજીવીસીએલ શ્રી વરુણકુમાર બરનવાલ તેમજ માનનીય જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર પીજીવીસીએલ શ્રી પ્રીતિ શર્મા ઉપસ્થિત રહેલ હતા.
માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી તથા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ જીબીઆ, અમરેલીની નીચે મુજબની તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઇજનેરો સાથે રહી ભાગ લીધેલ.
▪️જીબીઆ, અમરેલી સંચાલિત “માનવતાની મહેંક” માં કપડા, રમકડાં, સ્કુલ બેગ, ગરમ કપડાં, બુટ – ચપ્પલ વગેરે વસ્તુઓની ગોઠવણી કરવામાં આવેલ.
▪️બ્રાહ્મણ સોસાયટીની ઝૂપડપટ્ટીના બાળકોને ચીકી, લાડુ, નાસ્તો, પતંગ, દોરીની વહેચણી કરવામાં આવેલ.
▪️ઝૂપડપટ્ટીના ભણવા જતાં બાળકોને શાળાએ જઈ સ્કુલ કીટ, શાલ, ચોકલેટ,બિસ્કીટ વિતરણ સાથે તેમને ભણાવતા શિક્ષકોને પ્રોત્સાહન ભેટ આપવામાં આવેલ.
▪️મજુર અદાલત સામેની ઝૂપડપટ્ટીની ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની ચિ. સંજના ને સાયકલ ભેટ આપી ઝૂપડપટ્ટીના બાળકોને દફતર, સ્કૂલ બેગ, શાલ, ચીકી, લાડુ, નાસ્તો, પતંગ, દોરી વિતરણ કરવામાં આવેલ.
▪️સીનીયર સીટીઝન પાર્ક ખાતે લુપ્ત થતી પ્રજાતિ ચકલી ના સંરક્ષણ હેતુ ચકલી ઘર [માળા] નું વિતરણ કરવામાં આવેલ.
માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી વણકુમાર બરનવાલ અને માનનીય જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રીતિ શર્મા દ્વારા જીબીઆ, અમરેલી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવામાં આવેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૧૦૮ યુનિટ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ.
કાર્યક્રમમાં ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેર શ્રી પી જી પરીખ, કાર્યપાલક ઇજનેર અમરેલી – ૧ શ્રી કે આર પરીખ, કાર્યપાલક ઇજનેર સાવરકુંડલા શ્રી જે એસ દહીયા, કાર્યપાલક ઇજનેર ઉના શ્રી બી બી માણાવદરીયા અને પીએ ટુ એમડી નાયબ ઈજનેર શ્રી મિલાપ દોશી હાજર રહેલ.
કાર્યક્રમના અંતમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ના ઇજનેરો સાથેના સંવાદ માં સોશિયલ એક્ટિવિટી કાર્યક્રમના આયોજન અને સફળતા બદલ ટીમ જીબીઆ, અમરેલી ને અભિનંદન પાઠવવામાં આવેલ.
એમ એમ કડછા, એડિશનલ જનરલ સેક્રેટરી અને કે બી પોંકિયા, સર્કલ સેક્રેટરી દ્વારા મહેમાનોની આભાર વિધિ બાદ સ્વરુચિ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ.

Follow Me:

Related Posts