fbpx
ગુજરાત

મધુરમ કન્સ્ટ્રક્શનના હાર્દિક સામે ગુનો દાખલ

રાજકોટના નવાગામમાં ચાલી રહેલા સીસીરોડના કામનો કોન્ટ્રાક્ટ મધુરમ કન્સ્ટ્રક્શન પાસે છે અને પરેશભાઇ જ્યારે જ્યારે રોડના કામના સેમ્પલ લેતા હતા ત્યારે તેમને માર ખવડાવવાની ધમકી મળતી હતી અને ઉપરી અધિકારી પણ ધમકાવતા હતા. પરેશભાઇના આપઘાત બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બિલના મામલે એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ ફોન કરી ધમકી આપ્યાના પોલીસને પુરાવા મળતાં પોલીસે આ અંગે હાર્દિક ચંદારાણા સામે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી, અને મંગળવારે મોડીરાત્રે ગુનો નોંધાઇ જશે તેવો પોલીસ અધિકારીએ નિર્દેશ આપ્યો હતો.

ઈજનેર પરેશ જાેશીને ધમકાવવામાં હાર્દિક ચંદારાણા ઉપરાંત અન્ય બે શખ્સોની પણ સંડોવણીની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. અને પોલીસ દ્વારા તે શખ્સોની ભૂમિકા ચકાસવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તે બે શખ્સો પણ આરોપી બને તેવા સંકેતો મળી રહ્યા છે.મનપાના ઇજનેર પરેશભાઇ ચંદ્રકાંતભાઇ જાેષી (ઉ.વ.૫૦)એ આપઘાત કરી લેતા મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના ભોરિંગ અંગે અનેક વાતો વહેતી થઇ હતી. પરેશભાઇએ આપઘાત કર્યો તે પહેલા ફોન પર કોઇની સાથે જાેરજાેરથી વાતચીત કરતા હતા,

પોલીસે મૃતકના મોબાઇલની કોલ ડિટેઇલ પર તપાસ કરતાં પરેશભાઇ સાથે છેલ્લે જૂનાગઢની મધુરમ કન્સ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટ એજન્સીના એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ વાત કર્યાનો ધડાકો થયો હતો.રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેર પરેશભાઇ જાેષીએ ગુરુવારે સાંજે ન્યારી ડેમમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, ઇજનેરને માર ખવડાવવાની ધમકી મળતી હતી અને આપઘાત કરતા પૂર્વે પણ ઇજનેર સાથે મધુરમ કન્સ્ટ્રક્શનના એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ ફોન કરી ધમકાવ્યાના પોલીસને પુરાવા મળતા પોલીસે હાર્દિક સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી.

Follow Me:

Related Posts