મુંબઈથી ભાગીને આવેલ સગીર પ્રેમી-પંખીડાને ભાવનગર પોલીસે ઝડપ્યા
ભાવનગર રેલવે સ્ટેશન આજુબાજુ ગુજરાતી ભાષા નહિ સમજી શકતા અને હિંદી બોલતા તરુણ વયનાં યુવક-યુવતી આમતેમ ભટકતાં હોવાની નીલમબાગ પોલીસના ચાવડી ગેટ ચોકી તથા ડી સ્ટાફને બાતમી મળતાં પોલીસ સ્ટાફે સ્થળ પર જઈ બન્નેની પૂછપરછ કરી હતી, જેમાં મુંબઈના ખેરવાડી વિસ્તારમાં સાથે ભણતાં ૧૫ વર્ષના તરુણ અને ૧૪ વર્ષની તરુણી વચ્ચે પ્રેમસંબંધ હોઈ, તેથી તેઓ ઘરેથી ભાગી ગયાં હતાં અને મુંબઈથી બાંદ્રા-ભાવનગર ટ્રેન પહેલા મળી જતાં એમાં બેસી ગયાં હતાં અને છેલ્લા સ્ટેશન ભાવનગર ટર્મિનસ પર ઊતરી ગયાં હતાં.
અહીં તેઓ આગળનંે આયોજન કરે એ પહેલાં પોલીસે તેમને ઝડપી લીધાં હતાં. ઓળખ કરવા માટે વ્હોટ્સ એપમાં બન્નેના આઈડી પ્રૂફ માગતાં બન્ને મુંબઈ પાસેના ખેરવાડી વિસ્તારનાં હોવાનું જણાયું હતું. આ મામલે નીલમબાગ પોલીસે ખેરવાડી પોલીસ મથકમાં તપાસ કરતાં ખેરવાડી પોલીસ મથકમાં સગીરા ભાગ્યા અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જેથી ત્યાંના ઈન્સ્પેક્ટરને આ બન્ને મળી ગયા હોવાની જાણ કરવામાં આવી હતી. બન્ને ઝડપાયેલાં યુવક-યુવતીમાંથી યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેને સર ટી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે, જ્યારે યુવકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેને ચાઈલ્ડ હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટરને સોંપી ફૂલસર બાળવિકાસ ગૃહમાં મોકલી આપ્યો છે.
આવતીકાલે સવાર સુધીમાં ખેરવાડી પોલીસ સ્ટાફના લોકો ભાવનગર આવી છોકરાનો કબજાે લેશે, જ્યારે છોકરી રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેનો કબજાે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યે સોંપવામાં આવશે.ભાવનગર રેલવે સ્ટેશન બહાર ગઈકાલે સાંજે તરૂણ વયનાં એક યુવક-યુવતી આમતેમ ભટકે છે અને હિંદી બોલે છે એવી બાતમી નીલમબાગ પોલીસના સ્ટાફને મળતાં પોલીસે ત્યાં જઈ બન્નેની પૂછપરછ કરતાં તેઓ ભાગીને અહીં આવી ગયાં હોવાનું જણાવ્યું હતું.
Recent Comments