ધારીના ગોપાલગ્રામમાં રાત્રિના સમયે ૨ સિંહોએ દેખા દીધી
અમરેલીના રેવન્યુ વિસ્તારોમાં સિંહોના આંટાફેરા હોય છે તેવું અનેકવાર બન્યું છે, ત્યારે ધારીના ગોપાલગ્રામમાં રાત્રિના સમયે ૨ સિંહોએ દેખા દીધી હતી.
અમરેલીના રેવન્યુ વિસ્તારોમાં સિંહોના આંટાફેરા હોય છે તેવું અનેકવાર બન્યું છે, ત્યારે ધારીના ગોપાલગ્રામમાં રાત્રિના સમયે ૨ સિંહોએ દેખા દીધી હતી. ચલાલા થી બગસરા જવાના મુખ્ય માર્ગ પર આવેલ ગોપાલગ્રામ ગામમાં રાત્રિના 8 વાગ્યાના સુમારે બે સિંહો ગામની નજીકથી નીકળ્યા હતા પણ ફોરવ્હીલ વાહન આવતું જોઇને, સિંહોએ ગામમાં પ્રવેશ કર્યો ને સિંહોએ ગામની શેરીમાં લટાર મારી હતી. ત્યારે શ્વાનો પણ સિંહને જોઇને ભસવાનું ચાલુ કર્યુ પણ સિંહો તેની મસ્તીમાં ચાલ્યા ગયા હતા. જ્યારે શેરી પુરી થઇ જતા સિંહોએ પાછા વળતા જ શ્વાનો રફુચકકર થઇ ગયા હતા. સિંહોએ આખા ગામની લટાર મારીને સીમ વિસ્તારમાં ચાલ્યા હતા. ગામમાં કરફયુ જેવું વાતાવરણ થઇ ગયું હતું.
Recent Comments