અમરેલીમાં પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્ર યજ્ઞનો કાર્યક્રમ યોજાયો
પંજાબમાં પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકવાની ઘટનાનાં સંદર્ભે અમરેલીમાં આવેલ નાગદેવતાના મંદિરે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો.
પંજાબમાં પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકવાની ઘટનાનાં સંદર્ભે અમરેલીનાં રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ નાગદેવતાના મંદિરે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. પંજાબની ઘટાના બાદ સમગ્ર દેશમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું ત્યારે અમરેલી જીલ્લા ભાજપા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ માટે અને કોંગ્રેસરૂપી આસુરી તત્વોથી રક્ષણ માટે મહામૃત્યંજય મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન વિપુલભાઈ દુધાત, ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ બગડા, જિલ્લા યુવા ભાજપ પ્રભારી દિવ્યેશ વેકરિયા, શહેર મહામંત્રી રાજુભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલીપભાઈ સાવલિયા, યુવા ભાજપ મહામંત્રી જગદીશભાઈ નાકરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
Recent Comments