ઉપલેટામાં ૧૨ વર્ષની બાળકી પર ૨૨ વર્ષીય યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની નોંધાઈ ફરિયાદ
ઉપલેટામાં રહેતી ૧૨ વર્ષની બાળકીને હોટલમાં કામ કરતા શખ્સે અપહરણ કરી વાડી વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા નો બનાવ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયો છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ આચરનાર મુકેશ ભરતભાઈ સોલંકી (ઉ.વ.૨૨)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે. પરિવારજનોએ વેરવિખેર હાલતમાં ઘરે આવેલી બાળકીને કેમ મોડી પડી તે પૂછતા બાળકી રડી પડી હતી અને આપવીતી જણાવી હતી.
ત્યારબાદ પરિવારજનો હચમચી ઉઠયા હતા અને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા જ્યાં મુકેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસનીસ ઇન્ચાર્જ પીઆઇ ધાંધલ, રાઈટર મહેન્દ્ર ભાઈ સહિતના સ્ટાફે મુકેશને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. ધોરણ ૬માં અભ્યાસ કરતી ૧૨ વર્ષની બાળકી પર નરાધમની નજર પડી હતી બાળકીને જાળમાં ફસાવવા માટે મુકેશ બાળકીની સ્કૂલ પર જતો હતો બાળકીને ચોકલેટ આપતો હતો.
બાળકી ઘર પાસે સાંજે ૪ થી ૬ ટ્યુશનમાં જતી હતી ત્યાં પણ મુકેશ પહોંચી જતો હતો અને બાળકીને વાતોમાં ભોળવતો હતો. બાળકી રાબેતા મુજબ ઘરેથી ટ્યુશનમાં ગઈ હતી મોડી સાંજ સુધી બાળકી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ આરંભી હતી પોલીસને પણ જાણ કરી હતી. તે દરમિયાન બાળકીને રાત્રે ૯ઃ૦૦ વાગ્યાની આસપાસ આરોપી મુકેશ બાઈક ઉપર ઘરથી થોડે દૂર મૂકી નાસી ગયો હતો.
Recent Comments