અમરેલી જિલ્લામાં કિશોરોના રસીકરણના મહાઅભિયાનના પાંચ દિવસમાં 50 ટકા રસીકરણ પૂર્ણ
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શરૂ થયેલા 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાના રસીકરણ મહાઅભિયાનના આજે પાંચમા દિવસે શુક્રવારે ગુરૂવારે શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં મળી 50% ઉપરાંત કામગીરી આરોગ્ય પૂર્ણ થઇ છે. જેમાં 44 હજાર 352 બાળકોને વેક્સિન અપાઇ ચુકી છે.
અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. ત્યારે 3 તારીખથી શરૂ થયેલા 15થી 18 વર્ષના વિધાર્થીઓ માટે ખાસ વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં શાળા અને પી.એસ.ચી સેન્ટર પર આરોગ્ય ટીમો કામગીરી પુરજોશથી શરૂ કરી દીધી છે. ત્યારે આ રસીકરણ મહાઅભિયાન 3 તારીખથી પ્રારંભ કરાયો હતો. ત્યારથી અત્યાર સુધીમા 44 હજાર 352 બાળકોને વેક્સિન અપાઇ ચુકી છે. જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલ સતત તમામ તાલુકા મથક પરના સાંજે રિપોર્ટ મંગાવે છે. કેટલા બાળકોને વેક્સિન અપાઇ, બાકી રહેલા ને ક્યારે અપાશે. આ પ્રકારનો રિપોર્ટ દરોજ મંગાવી રહ્યા છે.
હાલમા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 41 પી.એસ.ચી સેન્ટર ઉપર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે અને 50% ઉપરાંત કામગીરી આરોગ્ય વિભાગ કરી ચૂક્યું હોવાનો આજે આરોગ્ય વિભાગ જયેશ પટેલ દ્વારા દાવો કરાયો છે. આ ઉપરાંત મોટાભાગેની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશો પણ આજે તમામ કર્મીને આપી દેવાઇ છે.
Recent Comments