અમરેલીમાં કોરોના સંક્રમણ વધતા SP એ કડક કાર્યવાહીના અણસાર આપ્યા
અમરેલી શહેરમાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે નગરજનોને માસ્ક પહેરવા કડક સૂચના આપી કડક કાર્યવાહીના અણસાર અમરેલી પોલીસે આપી દીધા છે.
અમરેલી શહેરમાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે નગરજનોને માસ્ક પહેરવા કડક સૂચના આપી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ હવે દિનપ્રતિદિન વધી રહ્યું છે. અમરેલી શહેર અને જિલ્લામાં પણ કોરોના કેસ દરરોજ આવી રહ્યા છે અને મોટો ઉછાળો પણ આવી રહ્યો છે, ત્યારે ખાસ કરી બેદકાર લોકો માસ્ક વગર ફરતા હોય છે અને બજારોમાં ભીડ એકઠી કરતા હોય તેવા લોકો સામે કડક કાર્યવાહીના આજે અણસાર અમરેલી પોલીસે આપી દીધા છે. અમરેલી શહેરમા કેસ વધુ વધે સંક્રમણ ફેલાય તે પહેલા પોલીસ હરકતમાં આવી છે. આજે અમરેલી શહેરમા ખુદ જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય, એલસીબી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો શહેરની મુખ્ય બજારો અને મુખ્ય રોડ પર પેટ્રોલિંગ કરવા નીકળ્યો હતો અને શહેરમાં ભીડ એકઠી કરશે તેની સામે કાર્યવાહી કરવાની કડક ચેતવણી પણ આપી દેવાઇ છે. ત્યારે સ્થાનિક પોલીસને પણ સૂચના આપી છે. જે લોકો માસ્ક નહીં પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે.
હવે શહેર અને જિલ્લાના તાલુકા મથક પર તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. સમગ્ર જિલ્લામા તાલુકા મથક પર ખુદ જિલ્લાના SP નજર રાખી રહ્યા છે. તમામ તાલુકાના પોલીસ અધિકારીઓને પણ કડક સૂચના અને આદેશ આપી દેવાયા છે. આ ઉપરાંત સતત પેટ્રોલિંગ દરેક તાલુકા મથકની વેપારી બજારોમાં પોલીસ તંત્ર સતત નજર રાખશે.
Recent Comments