અમરેલી વિદ્યાભારતી સંલગ્ન અમરેલી સંકુલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી ગોપાલ મહેશ્વરી લેખિત અને અનિલભાઈ રાવલ દ્વારા ભાવાનુવાદિત સ્વતંત્રતાના બાળશહીદોનું વિમોચન સમારોહ વિદ્યાભારતી સોમનાથ વિભાગ ના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ વાછાણીની અધ્યક્ષતામાં જેશીંગપરા સ્થાને શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે યોજાઈ ગયો આ તકે મોંઘીબા મહિલા કોલેજના પ્રિન્સીપાલ બલભદ્રસિંહ ચુડાસમા, આર.એસ.એસ.ના અમરેલી જિલ્લા કાર્યવાહ સૌરભભાઈ મકવાણા, વિભાગ પ્રચારપ્રમુખ ઈતેશભાઈ મહેતા, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓની ખાસ ઉપસ્થિતિમાં રહેલઆ તકે ડૉ.બલભદ્રસિહ ચુડાસમા એ આઝાદીના ઇતિહાસ બાળકો એ આપેલ યોગદાન અને બલિદાન વાત કરેલ બાળકો ને નાનપણ થીજ રાષ્ટ્રપ્રેમ નું સિચન કરવામાં આ પુસ્તક પ્રેરક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ આતકે સૌરભભાઈ તેમજ વીઠલભાઈ બાલ શહીદો ના પુસ્તકો બાળકો ને રાષ્ટ્રપ્રેમ પ્રજીલિત કરશે તેવું જણાવેલ સહુ નું સ્વાગત સંકુલમંત્રી પ્રવીણભાઈ કથીરીયા અને આભાર વિધિ શાળા ના ટ્રસ્ટી વિજય ભાઈ મહેતા કરેલ અને કાર્યક્રમ નું ભુમિકા ઇતેશ ભાઈ મહેતા જણાવેલ અને સંચાલન પ્રધાનાચાર્ય ક્રિષ્નાબેન એ કરેલ
અમરેલીમાં સ્વાતંત્ર્ય સંગ્રામના બાળ શહીદો પુસ્તકનું વિમોચન થયું


















Recent Comments