રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તળાજા તાલુકાના ટીમાણા ગામે હેલીપેડ ખાતે આવકારતાં કલેકટર
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે તળાજા તાલુકાના ટીમાણા ગામે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે આવકારવામાં આવ્યાં હતાં.
હેલીપેડ ખાતે તેમના સ્વાગત માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગૂડે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, તળાજા પ્રાંત અધિકારીશ્રી વિકાસકુમાર રાતડા ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્યપાલશ્રી ટીમાણા ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા હાથ ધરાયેલી પ્રાકૃતિક ખેતીનું નિદર્શન નિહાળી ગામના ખેડૂતોને માર્ગદર્શિત પણ કરવાના છે.
Recent Comments