ર૦રર નું વર્ષ ખેડુતોની આવક બમણી કરવાનું વર્ષ છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ ખેડુતોની આવક બમણી કરવાની વાત તો દુર રહી પણ પોટાશ ખાતરની ગુણમાં અધધધ રૂા. ૬૬૦ નો વધારો કરતા ગુજરાતના ખેડુતોને રૂા. ૪૦ કરોડનો વધારાનો બોજો પડશે, આ ખાતરના એક વર્ષમાં ભાવ ડબલ થઈ ગયા છે.ગુજરાતમાં ચોમાસાની ૠતુમાં ડાંગર, શેરડી જેવા પાકની માવજત માટે પોટાશ ખાતરની વધુ જરૂર પડતી હોય છે, જેમાં એક વિઘે ૧ ગુણ પોટાશ ખાતર નાંખવુ પડે છે, જો કે નવા વર્ષની શરૂઆત સાથે જ પોટાશ ખાતર ઉત્પાદન કરતી કંપની ઈન્ડિયન પોટાશ લીમીટેડે નવા વર્ષના ટકોરા સાથે જ પોટાશ ખાતરની એક ગુણનો ભાવ જે રૂા. ૧૦૪૦ હતો તેમાં રૂા. ૬૬૦ નો વધારો કરીને આ ભાજપ સરકારે ૧૭૦૦ કરી નાંખ્યો.ગતવર્ષે એક ગુણ પોટાશનો ભાવ રૂા. ૮પ૦ હતો અને હાલમાં ૧૭૦૦ થઈ જતા ભાવ બમણા થઈ ગયા છે અને વર્ષ ર૦રર માં ખેડુતોની આવક બમણી કરવાના બણગા ફુંકનાર આ ભાજપ સરકાર ખેડુતોને દેવાના બોજ હેઠળ ધકેલી રહી છે. તો ખેડુતોના હિત માટે તત્કાલ ભાવ વધારો પરત ખેંચવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
પોટાશ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments