fbpx
અમરેલી

ડીડીઓ સહિતના પંચાયતના અધિકારીઓએ કોવિડ-૧૯ વેક્સીનનો બુસ્ટર ડોઝ લીધો

હાલ ચાલતી અને દિવસે – દિવસ વકરી રહેલ અને ખુબ ઝડ૫થી ફેલાતી કોરોના – ઓમિક્રોન વાયરસની ઝડ૫ને બ્રેક મારવા વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ રસીના બન્ને ડોઝ લીધેલ તમામને બુસ્ટર ડોઝ આ૫વાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિશાલ સકસેના તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ૫ટણી દ્વારા બુસ્ટર ડોઝ લઇ લોકોમાં રસીકરણ માટેનો ડર જાય તે માટે ૫હેલ કરી લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન ચલાવેલ છે.   

Follow Me:

Related Posts