પીપાવાવ પાસે આવેલ શિયાળબેટ ટાપુ પર લોકો ઘરને તાળા મારતા નથી
એક સમયે વ્યાપાર ઉદ્યોગથી ધમધમતા આ ટાપુ પર હાલમા માછીમાર સમાજના પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. મોટાભાગના લોકો અશિક્ષિત છે. પુરૂષ વર્ગ મોટાભાગે વર્ષમા ચાર માસ જ ઘરમા હોય છે. બાકીના આઠ માસ સુધી માછીમારી માટે દરિયામા હોય છે. હમણા સુધી વિજળીની કોઇ સગવડ ન ધરાવતા આ ટાપુ પર લોકો જાણે ૧૮મી સદીના અંધકાર યુગમા જીવતા હતા. એટલે જ આ ટાપુ પર ચોરી જેવા દુષણનો પણ લોકોને ડર નથી. કોઇને બહારગામ જવાનુ થાય ત્યારે ઘરને તાળા મારવા પડતા નથી. માત્ર દરવાજાે બંધ કરી સાંકળ વાસી દેવાની.વિશિષ્ટ પરંપરા એ છે કે બહારગામ જતી વખતે ઘરધણી દરવાજાની સાંકળ પર ચોક્કસ રંગનુ કપડુ બાંધે છે. જેના આધારે ટાપુના અન્ય લોકોને એ જાણકારી મળે છે કે ઘરધણી કયા ગામ ગયા છે. અહીથી કોઇ રાજુલા જાય તો ઘરના દરવાજે લીલુ કપડુ બાંધે છે. અને જાે જાફરાબાદ જવાનુ થાય તો દરવાજે કાળુ કપડુ બાંધેલુ હેાય છે.
આવી જ રીતે કોઇ દરિયામા માછીમારી માટે જાય તો અલગ રંગનુ કપડુ અને અન્ય કોઇ ગામ જવાનુ થાય તો અલગ રંગનુ કપડુ લગાવવામા આવે છે. દરવાજાને તાળુ લગાવવાના બદલે સાંકળ પર કપડાની ગાંઠ લગાવવામા આવે છે. અહીના લોકો માછીમારી કરી તોતાનુ ગુજરાન ચલાવે છે. ટાપુ પર બહારથી ભાગ્યે જ કોઇ આવે છે. ટાપુ પર પહોચવા માટે હોડી સિવાય વાહન વ્યવહારનુ કોઇ જ સાધન નથી. રસોઇથી માંડી અંતિમક્રિયા કે ઇમારતી લાકડાની જરૂર પડે તો હોડી મારફત બહારથી લવાય છે. કોઇ વ્યકિત બિમાર હોય તો તેને પણ હોડી મારફત હોસ્પિટલે લઇ જવાય છે. અહી નોકરી કરતા કર્મચારીઓ પણ હોડીમા જ અપડાઉન કરે છે. એટલુ જ નહી હવે અહી રેશનીંગનો સામાન પણ આ માર્ગે જ પહોચાડવામા આવે છે.
Recent Comments