fbpx
ગુજરાત

રોજગાર પર સરકાર દ્વારાર જારી કરવામાં આવેલા આંકડા અનુસારદેશમાં ગુજરાત સહિત ૩ રાજ્યોમાં રોજગારની સ્થિતિમાં સુધારો થયો

એપ્રિલ અને મે મહિનામાં આખો દેશ કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો હતો. આ લહેરને કારણે ફરી એકવાર વાહનવ્યવહાર પર અંકુશ આવી ગયો હતો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિવિધ નિયમો અને નિયંત્રણો હતા. ૯ ક્ષેત્રોમાંથી રોજગારીના આંકડા આપવામાં આવ્યા છે તેમાં ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને રેસ્ટોરન્ટ, ૈં્‌-મ્ર્ઁં અને નાણાકીય સેવાઓ, બિન-ખેતી ક્ષેત્રોમાં એકાઉન્ટિંગનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે આ રિપોર્ટ હાલમાં જ શ્રમ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ રિપોર્ટ એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે જાહેર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ સંસ્થાઓને આવરી લે છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે અલગ-અલગ રોજગાર ડેટા પણ છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ ઓક્ટોબર ૨૦૨૧ માં ૧૨.૭૩ લાખ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા. આ ઓક્ટોબર ૨૦૨૦ કરતા ૧૦.૨૨ ટકા વધુ છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૧ માં કુલ ૧૨.૭૩ લાખ શેરધારકો ઈઁર્હ્લં ??સાથે જાેડાયા હતા.

એક વર્ષ પહેલા ઓક્ટોબર ૨૦૨૦માં ૧૧.૫૫ લાખ સભ્યો ઈઁર્હ્લંમાં જાેડાયા હતા. ઑક્ટોબરમાં ઉમેરાયેલા નવા શેરધારકોમાંથી ૭.૫૭ લાખ નવા સભ્યો પ્રથમ વખત કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જાેગવાઈઓ અધિનિયમ, ૧૯૫૨ હેઠળ નોંધાયા છે. તે મહિનામાં લગભગ ૫.૧૬ લાખ સભ્યો વિભાજન પછી તેમના ખાતાને સ્થાનાંતરિત કરીને ફરીથી ઈઁર્હ્લં ??સાથે જાેડાયા હતા. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર પેરોલ ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે નવા નોંધાયેલા સભ્યોમાં ૨૨-૨૫ વર્ષની વયના કર્મચારીઓ સૌથી વધુ છે. ઓક્ટોબર ૨૦૨૧માં આ વય જૂથના કુલ ૩.૩૭ લાખ સબસ્ક્રાઇબર્સ ઈઁર્હ્લંમાં જાેડાયા હતા. આ ઉપરાંત ૧૮-૨૧ વર્ષની વયના ૨.૫૦ લાખ નવા સભ્યો ઉમેરાયા છે. રાજ્ય સ્તરે, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકમાં કુલ ૭.૭૨ લાખ નવા સબસરાઇબર્સ ઉમેરાયા છે. આ કુલ નવા સભ્યોના ૬૦.૬૪ ટકા છે. લિંગના આધારે ઓક્ટોબર ૨૦૨૧ માં નવા નોંધાયેલા સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૨.૬૯ લાખ હતી જેમાં ૨૧.૧૪ ટકા મહિલાઓ હતી.રોજગાર પર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૯ મોટા ક્ષેત્રોમાં કુલ ૩.૧૦ કરોડ નોકરીઓનું સર્જન થયું છે. જે એપ્રિલ-જૂન ક્વાર્ટર કરતાં ૨ લાખ વધુ છે. આ માહિતી શ્રમ મંત્રાલયે શેર કરી છે. રોજગારમાં આ વધારો દર્શાવે છે કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થયો છે.

Follow Me:

Related Posts