લતા મંગેશકર કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. લતા મંગેશકર હાલમાં ૯૨ વર્ષના છે, ઉંમરને ધ્યાનમાં રાખીને લતા મંગેશકરની હોસ્પિટલમાં ભરતી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. લતા મંગેશકરની ભત્રીજી સૃષ્ટિએ તેમના હોસ્પિટલમાં દાખલ હોવાની હકીકતની પુષ્ટિ કરી છે. ચાહકો માટે રાહતની વાત છે કે લતા મંગેશકરમાં કોરોનાના ઓછા લક્ષણો જાેવા મળ્યા છે. દિગ્ગજ ગાયિકાને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારથી લતા મંગેશકરના કોરોના હોવાની માહિતી સામે આવી છે ત્યારથી બોલિવૂડના કોરિડોરમાં ગરમાવો આવી ગયો છે. સેલેબ્સ સહિત તમામ ચાહકો સ્વર કોકિલાના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ જન્મેલા લતા મંગેશકર દેશ-વિદેશમાં લોકપ્રિય છે. લતા મંગેશકરે સંગીત જગત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપ્યું છે. લતા માંગેશકરને તેમના યોગદાનને કારણે ઘણા સન્માનીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકરને ભારત રત્ન, દાદાસાહેબ ફાળકે એવોર્ડ આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. લતા મંગેશકર દ્વારા ૧૯૪૮થી ૧૯૭૪ની વચ્ચે લગભગ ૨૫ હજાર ગીતો ગાયા છે.કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે એક પછી એક દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. હવે સૂર સામ્રાજ્ઞી લતા માંગેશકર કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
Recent Comments