fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ૧૧ દિવસમાં ૧૦૭૬ કેસ નોંધાયા

ગાંધીનગર જિલ્લામાં મંગળવારે વધુ ૧૮૨ કેસ સાથે જાન્યુઆરી મહિનાના માત્ર ૧૧ દિવસમાં જ કોરોનાના કુલ ૧૦૭૬ કેસ નોંધાયા છે. સોમવાર કરતાં મંગળવારે પાટનગરમાં ૪ કેસ વધવા સાથે ૧૩૫ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૭ના ઘટાડા સાથે વધુ ૪૭ કેસ નોંધાયા હતા. બીજી તરફ વધુ ૩૮ દર્દીએ કોરોનાને હરાવ્યો છે. સંક્રમિતોમાં ૩ વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધ સહિતના સપડાયા છે. કોરોનાની ઝપટમાં ૬૧ વિદ્યાર્થી, ૧૪ વૃદ્ધ અને ૨૪ આધેડ સપડાયા છે. જાેકે ગાંધીનગરના તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનની સારવાર પસંદ કરી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ દર્દી હૉસ્પિટલમાં દાખલ થયા છે.

Follow Me:

Related Posts