રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમા કોરોનાના આતંક વચ્ચે તંત્રની ઉંઘ હરામ, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨૧૪૫ પોલીસકર્મીઓ સંક્રમિત

વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જાેખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જાેવા મળી રહી છે.કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યુ હતું કે, બાળકો માટે રસીકરણ, બૂસ્ટર ડોઝ અને ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓના રસીકરણને કારણે રાજ્યમાં રસીની અછત વર્તાઈ રહી છે. અમે કેન્દ્ર સરકાર પાસે ૫૦ લાખ કોવશિલ્ડ અને ૪૦ લાખ કોવેક્સીન ડોઝ માગ્યા છે.મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ચાર દિવસ બાદ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે.

બુધવારે મુંબઈ શહેરમાં ૧૬,૪૨૦ નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે પોઝિટિવિટી રેટ પણ ૧૮.૭ ટકાથી વધીને બુધવારે ૨૪.૩ ટકા થઈ ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ નવા કેસોમાં ૩૫.૭ ટકાનો વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમા રાજ્યમાં ૪૬,૭૨૩ કેસ નોંધાયા હતા. ઉપરાંત રાજ્યમાં પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.બુધવારે વધુ ૨૬૪ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૨૧૪૫ પર પહોંચી ગઈ છે. તમને જણાવવુ રહ્યુ કે, અત્યાર સુધીમાં માત્ર મુંબઈના જ ૧૨૬ પોલીસ જવાનોના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં મંગળવારે કોરોનાથી ૨૨ લોકોના મોત થયા હતા.જ્યારે બુધવારે આ સંખ્યા વધીને આંકડો ૩૨ પર પહોંચી ગયો હતો. ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ વધારો નોંધાઈ શકે છે. હાલ રાજ્યમાં ધીમે ધીમે મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ પણ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓક્સિજનના વપરાશમાં પ્રતિદિન ૪૦૦ મેટ્રિક ટનનો વધારો થયો છે, આ સાથે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી રહી છે.

Related Posts