રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થતાં જ બાળકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ-૧થી ૯ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંદ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં રસ અને રૂચી વધે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જાેકે છેલ્લા ૨૨ માસથી કોરોનાની મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી ઓનલાઇન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હતું. જાેકે બીજી લહેર બાદ સંક્રમણ મંદ પડતા ચાલુ વર્ષે ઓફલાઇન ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજાશે તેવી આશા હતી. પરંતુ હાલમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ પાંચ ગણી ઝડપે વધી રહ્યું છે.ગાંધીનગર જિલ્લામાં બુધવારે કુલ ૨૪૪ કેસ નોંધાયા હતા, તેમાંથી ૧૫૦ કેસ માત્ર ગાંધીનગરમાં જ્યારે ૯૪ કેસ ચારેય તાલુકામાં નોંધાયા છે. બીજી લહેરમાં એપ્રિલ, ૨૦૨૧માં એક જ દિવસમાં કોરોનાના ૨૦૦થી વધુ કેસ નોંધાતા હતા, તેમ હાલમાં દર ત્રીજા દિવસે કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ૯ જાન્યુઆરીએ ૨૦૫ કેસ નોંધાયા બાદ ૨ દિવસ કેસમાં ઘટાડો થયા બાદ બુધવારે જિલ્લામાં ૨૪૪ કેસ નોંધાયા હતા. તેમાં ગાંધીનગરમાં ૧૫૦ અને ચારેય તાલુકામાં ૯૪ કેસનો સમાવેશ થાય છે. ૨૪ કલાકમાં કેસમાં ૬૨નો વધારો થયો છે.
તેની સામે ૮૧ દર્દી કોરોનામુક્ત થયા છે. કોરોનાના ઝપટમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત બીજા દિવસે પણ ૫૦થી વધુ રહી છે. મંગળવારે આશરે ૬૧ની સામે બુધવારે ૫૦ વિદ્યાર્થી સંક્રમિત થયા છે. તેની સામે આધેડ વયની ૩૧ અને ૧૮ વૃદ્ધ સંક્રમિત થયા છે. જાેકે કોરોનાની ઝપટમાં ૨ વર્ષ, ૩ વર્ષ અને ૩.૫ વર્ષના ૩ બાળક પણ સપડાયા છે. હાલમાં જાેવા મળતા સંક્રમણના વેગને જાેતાં હવે પછીના ૨ દિવસ મંદ રહેશે, તેવી શક્યતા રહેલી છે. કુલ કેસમાંથી હૉસ્પિટલમાં માત્ર ૩ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી ૪૭ કેસ નોંધાયા છે. તેમાં ગાંધીનગરમાં જામનગરપુરામાં ૧, સીઆરપીએફ લેકાવાડામાં ૧૭, ડભોડામાં ૧, દોલારાણા વાસણામાં ૧, જાખોરમાં ૧, મીલીટ્રી સ્ટેશન આલમપુરમાં ૧, સાદરામાં ૨, ધણપ ચૈતન્યધામમાં ૩, છાલામાં ૩, લીંબડીયામાં ૧, પ્રાંતિયામાં ૨, રૂપાલમાં ૧, બીએસએફ આલમપુરમાં ૧૩, અડાલજમાં ૨, અદાણી શાંતિગ્રામમાં ૧ કેસ નોંધાયો છે. કલોલ તાલુકાના જાસપુરમાં ૭, બોરીસણામાં ૨, નગરપાલિકા વિસ્તારમાં ૧૦, છત્રાલમાં ૧, નાંદોલીમાં ૧, પલોડિયામાં ૩, રકનપુરમાં ૧, રાંચરડામાં ૩, સાંતેજમાં ૨, આરસોડિયામાં ૧ કેસ નોંધાયો છે. દહેગામમાં પાલિકા વિસ્તારમાં ૬, ધણીયોલમાં ૧, ધારીસણામાં ૧ કેસ નોંધાયો છે. કોરોનાના વધતા જતા સંક્રમણની સાથે સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ સઘન કર્યું છે. જેમાં ૧૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૯૭૨૯ લાભાર્થીઓને પ્રથમ, બીજાે અને ત્રીજાે ડોઝ આપ્યો છે. તેમાં મનપા વિસ્તારમાંથી ૩૩૬૬ લાભાર્થીઓને રસી આપી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૫૩૬૩ લાભાર્થીઓને રસી આપી છે.
મનપામાં નોંધાયેલા ૧૫૦ કેસમાં કુડાસણ, રાંદેસણ, સરગાસણ અને વાવોલ એપી સેન્ટર બની રહ્યું હતું. રાંદેસણમાં ૧૩, કુડાસણમાં ૧૮, સરગાસણમાં ૯, વાવોલમાં ૮, રાયસણમાં ૭, કોબામાં ૪, ઇન્ફોસીટીમાં ૧, સુઘડમાં ૨, પેથાપુરમાં ૧ કેસ નોંધાયો છે. જ્યારે સેક્ટરોમાં સેક્ટર-૩૦માં ૯, સેક્ટર-૬માં ૨, સેક્ટર-૨૩માં ૩, સેક્ટર-૪માં ૩, સેક્ટર-૮માં ૬, સેક્ટર-૫માં ૪, સેક્ટર-૨૭માં ૩, સેક્ટર-૨૪માં ૫, સેક્ટર-૨માં ૫, સેક્ટર-૧૯માં ૩, સેક્ટર-૨૧માં ૪, સેક્ટર-૨૫માં ૪, સેક્ટર-૨૩માં ૨, સેક્ટર-૩માં ૫, સેક્ટર-૧માં ૪, સેક્ટર-૨૮માં ૪, સેક્ટર-૧૮માં ૧ કેસ નોંધાયો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આગામી તારીખ ૩૦મી, જાન્યુઆરી-૨૦૨૨ સુધી શાળાઓ બંધ છે. તેમ છતાં ઓનલાઇન ગણિત-વજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જાેકે સીઆરસી, બીઆરસી અને એસવીએસ કક્ષાનું પ્રદર્શન આગામી તારીખ ૧૫મી, ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો ઉલ્લેખમાં આદેશમાં કર્યો છે.
Recent Comments