fbpx
અમરેલી

રાજુલાના કાતર ખાતે ૯૮.૬૮ લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મોની યોજનાનું ખાતમુહૂર્ત કરતા અમરેલીના પ્રભારી મંત્રી મકવાણા

સાંસદ શ્રી કાછડીયા, એનસીયુઆઈ ચેરમેન શ્રી સંઘાણી, પૂર્વ સંસદીય સચિવ શ્રી સોલંકી અને ભાજપ પ્રમુખ શ્રી વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાના વરદ હસ્તે રાજુલાના કાતર ખાતે ૯૮.૬૮ લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મોની નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાસ્મો યોજના અંતર્ગત ઘરે – ઘરે નળ કનેક્શન માટે નલ સે જલ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા યોજનાની ૧૦૦% રકમ આપવામાં આવેલ છે.

આ યોજના હેઠળ રૂ. ૯૮,૬૮,૫૪૩/- ના ખર્ચે આગામી છ માસની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી ઘરે – ઘરે નળ કનેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ગામમાં કુલ ૧૦,૦૦૦ મીટર જળ વિતરણ પી.વી.સી. પાઇપલાઇન તેમજ ઘરે-ઘરે કુલ ૫૮૦ કનેક્શન માટે ૬૯૬૦ મીટર પાઇપ લાઇન મંજુર થયેલ છે. તેમજ પાણીના સંગ્રહ માટે અગાઉ વાસ્મો યોજનામાંથી બનાવવામાં આવેલ સમ્પ અને હાલમાં મંજુર થયેલ સમ્પ ૩.૦૦ લાખ લીટરમાંથી ૨૫.૦ એચ.પી. ની પમ્પીંગ મશીનરી દ્રારા ૧.૫૦ લાખ લીટર ૧૨.૦ મીટર ઉંચી ટાંકીમાં પાણી પહોચાડી ગામમાં ઘરે – ઘરે પાણી વિતરણ કરવામાં આવશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અગ્રણી શ્રી દાદભાઈ વરુના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં એનસી યુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, વાસ્મો યોજનાના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts