ગુજરાત

હોસ્પિટલે ત્રીજી લહેર સામે લડવા વધારાના સ્ટાફની માંગણી કરી

કોરોનાનું વધતું સંક્રમણ જાેતા સિવિલ કેમ્પસમાં ત્રણેય હોસ્પિટલ જેમાં કોવિડ, કિડની અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં ૧૫૦૦ જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જાેકે ત્રીજી લહેર સામે લડવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, મૃતદેહ પેકિંગ કરનારો સ્ટાફ તેમજ દર્દીની સંભાળ રાખનારા કર્મચારી અને ફાયરમેન નથી. તે જ પ્રમાણે ૩૩ મેડિકલ ઓફિસર, ૭૬૦ નર્સ, ૧૯૦ પેરામેડિકલ સ્ટાફ, ૪૬૦ વર્ગ-૪ કર્મચારી, ૩૯ ફાર્માસિસ્ટ, ૮ બાયોમેડિકલ ઈજનેર, ૧૧૭ ડેટા એન્ટ્રી ઓપરેટર, ૧૬ ડ્રાઈવર, ૫ કાઉન્સિલર, ૧૪૯ સિક્યોરિટી ગાર્ડ અને ૧૭ ઓક્સિજન ઓપરેટર ફરજ બજાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જાેતા આગામી દિવસોમાં કોરોનાના કેસની સાથે સિવિલના તબીબો સહિતના કર્મચારીઓ પણ સંક્રમિત થવાનો ભય તબીબી અધિકારીઓને લાગી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રએ વધારાના ૧૬૦ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર, ૨૯૦ મેડિકલ ઓફિસર, ૮૦૦ નર્સ, ૯૮ પેરામેડિકલ સ્ટાફ, ૧,૨૫૦ વર્ગ-૪ કર્મચારી, ૩૬ ફાર્માસિસ્ટ, ૧૬ બાયોમેડિકલ ઈજનેર, ૨૫ મૃતદેહ પેકિંગ કરનારા કર્મચારી, ૧૮૦ ડેટા એન્ટ્રી ઓપરેટર, ૩૦૦ દર્દીની સંભાળ રાખનારા કર્મચારી, ૧૨ ડ્રાઈવર, ૬૦ કાઉન્સિલર, ૨૪૦ સિક્યોરિટી ગાર્ડ, ૨૭ ફાયરમેન અને ૯ ઓક્સિજન ઓપરેટરની માંગણી કરી છે.

આમ, પહેલી અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં લઈને ફરી કોઈ અફરાતફરીનો માહોલ અને પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે સિવિલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ત્રીજી લહેરમાં સિવિલના તબીબો સહિતના ૭૪ જેટલા સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. જેમાંથી ૨૭ ડોક્ટર સહિત ૫૦ જેટલા અન્ય કર્મચારીઓ હાલ આઈસોલેશનમાં છે. આ આંકડો પણ બતાવે છે કે આગામી દિવસોમાં હજી પણ કોરોનાના કેસ વધવાનો ભય છે. જેને પગલે સિવિલ પ્રશાસન દ્વારા સરકાર પાસે ૩,૫૦૦ જેટલા વધારાના કર્મચારીની માંગણી કરવામાં આવી છે. સિવિલમાં વધતા કોરોનાના કેસની સાથે મેન પાવરની અછતની બુમ પણ ઉઠવા પામી છે. જાેકે પાછલા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં જે કર્મચારીઓ હતા, તેઓ કોન્ટ્રાકટ બેઈઝ પર હોવાથી વારાફરતી કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. સિવિલ તંત્રએ કર્મચારીઓને છુટા કરવામાં ઉતાવળ કરતા ફરી વધારાના કર્મચારીઓ માટે હવે ફરી સ્ટાફ માટે હાથ ફેલાવવાની નોબત આવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

Related Posts