રાજ્યમાં અમદાવાદ કરતાં પણ વધુ કેસો સુરતમાં જાેવા મળ્યા
૧૪ જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૨ના મોત થયા છે. ગઈકાલે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ૧-૧ મોત થયા હતાં, ૧૨ જાન્યુઆરીએ સુરત શહેરમાં ૨, રાજકોટ અને વલસાડ જિલ્લામાં ૧-૧ મળી કુલ ૪ના મોત નોંધાયા છે. ૧૧ જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં ૧-૧ મળી કુલ ૩ દર્દીના મોત થયા છે, ૧૦ જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં ૨ દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં ૧-૧નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૨૨થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત ૧ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે ૬ દર્દીઓના મોત થયા હતા. આ પહેલા ૧ જાન્યુઆરી અને ૨ જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. ૩ જાન્યુઆરીએ જામનગર શહેરમાં ૨ અને નવસારી જિલ્લામાં ૧ એમ કુલ ૩નાં મોત થયાં હતાં. ૪ જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં ૧-૧ મળી કુલ ૨ દર્દીના મોત થયાં હતા. ૫ જાન્યુઆરીએ અમરેલીમાં અને ૬ જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો ૭ જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. ૮ જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું.
જાન્યુઆરી મહિનાના માત્ર ૧૧ જ દિવસમાં કોરોનાના કારણે ૧૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે અને ૧૦ હજાર નવા કેસ આવ્યા છે. જાે કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. ગઈકાલે ૧૧ હજાર કેસની સપાટી વટાવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૦૦૧૯ નવા કેસ નોંધાયા છે અને ૪૮૩૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં ૩,૨૫૯ કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં ૩,૧૬૪ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાકાળના કુલ પોઝિટિવ કેસનો આંકડો ૯ લાખને પાર થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૫૫ હજારને પાર થયો છે. ૫૫૭૯૮ એક્ટિવ કેસ થયા છે. નવસારી અને વલસાડમાં ૧-૧ મળી કુલ ૨ના મોત નોઁધાયા છે. કોરોનાકાળમાં પહેલીવાર રેકોર્ડબ્રેક ૩૨૫૯ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત બાદ બીજી લહેરમાં એપ્રિલ મહિનામાં એક જ દિવસમાં ૩૦૦૦ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ૩૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લાખ ૦૬ હજાર ૯૧૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૪૪ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૪૦ હજાર ૯૭૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૫૫ હજાર ૭૯૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૫૪ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૫૫ હજાર ૭૭૪ દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ઓમિક્રોનના શૂન્ય કેસ હતા. ૧૦ જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં ૫, આણંદમાં ૪, ગાંધીનગર શહેરમાં ૫, વડોદરા શહેરમાં ૯, કચ્છમાં ૨, ગાંધીનગર જિલ્લામાં ૧ અને રાજકોટ શહેરમાં ૨ નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૨૭, આણંદમાં ૨, મહેસાણામાં ૩ કચ્છમાં ૫ એમ કુલ ૩૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે.
Recent Comments