fbpx
ગુજરાત

અમદાવાદના શાહિબાગમાં ચાર શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કરી ફરાર

અસારવા ખાતે દશરથભાઇ ઓડ પરિવાર સાથે રહે છે. તેઓ અગાઉ નિલકંઠ મહાદેવની ચાલીમાં રહેતા હતા ત્યારે દશરથના નાના ભાઇ પંકજને ત્યાં રહેતા રોહિત રાજપૂત, નીતિન રાવળ, તુષાર ચાવડા અને જય પ્રકાશ સાથે સ્પીડમાં ગાડી ચલાવવા મામલે ઝઘડો થયો હતો. વાસી ઉત્તરાયણને સાંજે દશરથ અને પંકજ બંને પોતાના મિત્રના ત્યાં પતંગ ચગાવીને ઘરે જતા હતા ત્યારે બે બાઇક પર ચાર શખ્સે આવીને બંને ભાઇઓને ઉભા રાખ્યા હતા. બાદમાં ચારેય શખ્સોએ બીભત્સ શબ્દો બોલીને પંકજને ત્રણથી ચાર ચપ્પાના ઘા માર્યા હતા.

ચપ્પાના ઘા માર્યા બાદ ચારેય શખ્સોએ બંને ભાઇઓને લાકડા તેમજ પાઇપો વડે ફટકાર્યા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ત્યાં આવી જતાં ચારેય આરોપીઓ નાસી ગયા હતા. પંકજને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક અસારવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. આ અંગે પંકજના ભાઇ દશરથે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. નરોડામાં રહેતો વિશાલ કાપડી ઝાયડસ કેડીલા કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિશાલની સોસાયટીમાં રહેતા રાજેશ જયંતિભાઇ પટેલ સાથે વિશાલની માતાને ઝઘડો થયો હતો. જેથી વિશાલે રાજેશ પટેલ વિરુદ્ધ નરોડા પોલીસને અરજી આપી હતી.

જેની અદાવત રાખીને રાજેશ પટેલ સહિત ચાર શખ્સે વાસી ઉત્તરાયણને સાંજે પાર્કિગમાં રહેલા વિશાલના ફોરવ્હીલર સહિત દસ વાહનોમાં તોડફોડ કરી હતી. જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.અમદાવાદમાં સબ સલામતના દાવા વચ્ચે ગુનેગારો બેફામ બની રહ્યાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો ડર રહ્યો નથી. શહેરના શાહિબાગ વિસ્તારમાં ચાર શખ્સો જૂની અદાવતમાં એક યુવકને ચપ્પાના ત્રણ ઘા મારી ફરાર થઈ ગયાં હતાં.નાની નાની બાબતોમા ગુનાને અંજામ આપીને ગુનેગારો બેખૌફ બની રહ્યાં છે. શાહીબાગમાં ઈજાગ્રસ્તના ભાઈએ હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts