દિલ્હીમાં એકબાજુ ઠંડી અને બીજીબાજુ પ્રદુષણ વધી રહ્યું છે
ઠંડા વાતાવરણ અને પવનની ઓછી ઝડપને કારણે દિલ્હીના લોકોને પ્રદૂષણથી રાહત મળી રહી નથી. સોમવારે દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક સોમવારે ૩૦૦ પોઈન્ટને પાર કરી ગયો હતો, એટલે કે અત્યંત નબળી શ્રેણીમાં. સોમવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૩૧૨ પોઈન્ટ રહ્યો હતો. તેને અત્યંત ખરાબ શ્રેણીમાં રાખવામાં આવે છે. આના એક દિવસ પહેલા એટલે કે રવિવારે આ ઈન્ડેક્સ ૨૬૪ પોઈન્ટ પર ખરાબ શ્રેણીમાં હતો.
૨૪ કલાકમાં તેમાં ૬૩ પોઈન્ટનો વધારો થયો છે. દિલ્હીના બે વિસ્તાર એવા છે જ્યાં ઈન્ડેક્સ ૪૦૦ પોઈન્ટને પાર કરી ગયો છે, એટલે કે ગંભીર શ્રેણીમાં. આમાં ૈં્ર્ં અને આનંદ વિહાર જેવા ભારે ભીડવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઠંડા હવામાન અને પવનની નીચી ગતિને કારણે પ્રદૂષક કણોનો ફેલાવો ખૂબ જ ધીમો પડી ગયો છે. આગામી બે-ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા છે. ૨૧મી પછી પવનની ઝડપ વધવાને કારણે પ્રદૂષિત કણોનો ફેલાવો વધુ તીવ્ર બની શકે છે અને લોકોને શુદ્ધ હવા મળી શકે છે. દરમિયાન, ભારત હવામાન વિભાગ એ ઉત્તર ભારત પર પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે શુક્રવાર રાતથી દિલ્હી દ્ગઝ્રઇમાં વરસાદની આગાહી કરી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, પંજાબ અને હરિયાણામાં કરા પડવાની સંભાવના છે અને મંગળવારે મધ્ય પ્રદેશ, બિહાર, લખનૌમાં ગાઢ ધુમ્મસ રહેશે. ૈંસ્ડ્ઢએ જણાવ્યું હતું કે, “પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસમાં ઠંડીની લહેર સર્જાઈ રહી છે”.
ૈંસ્ડ્ઢના વૈજ્ઞાનિક જેનમણીએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ૧૯ જાન્યુઆરીથી હવામાનમાં સુધારો થશે.રાજધાની દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પવનની ઝડપ ઘટવાને કારણે પ્રદૂષણનું સ્તર ફરી એકવાર વધી ગયું છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ કેટેગરીમાંથી ‘ખૂબ જ ખરાબ’ થઈ ગઈ હતી અને દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ૩૧૨ પર પહોંચી ગયો હતો. જીછહ્લછઇ અનુસાર, ફરી એકવાર દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન અને પવનની ગતિ ક્રમશઃ વધવાની શક્યતા છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર ૨૧ જાન્યુઆરીથી પવનની ઝડપ વધવાથી પ્રદૂષકોમાં ઘટાડો થશે અને હવાની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા છે. નોઈડામાં હવાની ગુણવત્તા ૩૪૧ પર છઊૈં સાથે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહી હતી. જ્યારે ગુરુગ્રામમાં તે ૨૮૦ છઊૈં સાથે ‘ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ હતી. સરકારી એજન્સીઓ અનુસાર, શૂન્ય અને ૫૦ ની વચ્ચેનો છઊૈં ‘સારું’, ૫૧ અને ૧૦૦ વચ્ચે ‘સંતોષકારક’, ૧૦૧ અને ૨૦૦ વચ્ચે ‘મધ્યમ’, ૨૦૧ અને ૩૦૦ વચ્ચે ‘ખરાબ’, ૩૦૧ અને ૪૦૦ ની વચ્ચે ‘બહુ જ ખરાબ ‘ માનવામાં આવે છે. ૪૦૧ અને ૫૦૦ ની વચ્ચેને ‘ગંભીર’ ગણવામાં આવે છે.
Recent Comments