ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રજા માટે ત્રીજાે વિકલ્પ હોવાની વાત કરતી એમાં જ વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. વિજય સુવાળાએ પાર્ટી છોડતી વખતે પોતે કલાકાર હોય તથા પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા અને પાર્ટી છોડવાનો ર્નિણય લીધો હોવાની વાત કરી હતી. બીજા જ દિવસે તેઓ ભાજપમાં જાેડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું એવી વાત કરી છે.
ત્યારે સાંજે પણ આપના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતે રાજકારણના માણસ નથી, પરંતુ સેવા કરનારો માણસ છે એમ કહીને પોતે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી હતી. રાજીનામાઓના દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ ફેસબુક પોસ્ટ કરીને લખ્યું હતું કે હું આપમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે.
આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે. અત્રે નોંધનીય છે કે આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચૂક્યા છે. નોંધનીય છે કે હાલ આપ પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.
જાણીતા ગુજરાતી લોકગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહભંગ થઈ ગયો છે. ‘આપ’માં જાેડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામું આપી આજે ભાજપમાં જાેડાયા છે. ૨૨ જૂન, ૨૦૨૧ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે કોંગ્રેસનેતા જયરાજ સિંહે બીજેપીમાં નવા જાેડાયેલા વિજય સુવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે “ભુવાજીને ભાજપમાં મજા આવશે, કારણ કે ત્યાં ડાકલાં વગાડવાવાળા ખૂબ લોકો છે”આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે,ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી છે.
૧૨ દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જાેડાયા. આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ. ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. પ્રેશર ટેક્નિક અપનાવી છે. ભૂતકાળમાં પામ ભાજપે અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમે બંને નેતાઓનો આભાર માનીએ છીએ. ભાજપે પ્રજાને કહેવું છે કે ભાજપે ૬૦૦૦ સ્કૂલો બંધ કરી છે. પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ આસીત વોરાનું રાજીનામું ન લેવાયું. મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે.ભાજપને ડર લાગ્યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત ર્નિણય છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું. આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે.આમ આદમી પાર્ટીની સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે ચા પીવડાવીશું અને સાંભળીશું.ભાજપ બધાને પ્રલોભનો આપે છે. જાન્યુઆરી ૨૦૨૩માં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા/નેતા શપથ લેશે.અમે કમલમમાં વિરોધ કરવા ગયા અને તેમાં ઇસુદાન ગઢવીએ છેડતી અને મહિલાઓએ છેડતી કરી એવી દરેક કલમો પોલીસે લગાડી અને સાબરમતી જેલમાં ગયા.
આ સંઘર્ષનો રસ્તો છે. ભાજપ સામ, દામ અને દંડની નીતિ અપનાવે છે.પરંતુ ભાજપ યાદ રાખે અમે સત્યના રસ્તે ચાલીએ છીએ.મહેશભાઈ સવાણીએ સાવરકુંડલામાં આઇસોલેશન શરૂ કરાવ્યું હતું અને ભાજપે આ આઇસોલેશન બંધ કરાવ્યું હતું. ૫ હજાર ઈન્જેકશન પાટીલ ભાઉ લઇ ગયાં હતાં. આ ગુનેગારો સામે લડવાની આ નેમ છે. ભાજપ અમારા નેતાઓને તોડશે એટલું નુકસાન ભાજપને જ નડશે. ડેમેજ કંટ્રોલ કરવા બાબતે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે હિંમત રાખો. પહેલી ગોળી અમે ખાઈશું.
Recent Comments