ગુજરાત

નવસારીમાં ઉત્તરાયણ બાદ કેસનો વધારો જાેવા મળ્યો

નવસારી જિલ્લામાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના સંક્રમણમાં મહત્તમ લોકો પરિવારના સભ્યો જ સંક્રમણનો ભોગ બન્યા છે. સોમવારની વાત કરીએ તો જિલ્લામાં ૯ જેટલા પરિવારના સભ્યો જ તપાસ કરતા સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે. આ સંક્રમણનો ભોગ બનનારામાં વધુ ૮ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ચિલ્ડ્રન હોમમાં પણ એક કોરોના કેસ હોવાનું બહાર આવતા તંત્ર વધુ સાબદું બન્યું છે અને તેને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.નવસારીમાં કોરોનાના ઇતિહાસમાં પ્રથમવાર એક જ દિવસે સૌથી વધુ ૩૦૦ કેસ નોંધાયા છે.

બે વર્ષના બાળક સહિત ૮ કેદી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઉત્તરાયણ બાદ કેસનો ઘટસ્ફોટ થયો છે. વધતી જતી કેસની સંખ્યા જાેતા હાલના તબક્કે સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થાય તેવી સંભાવના જણાઇ રહી છે. જાેકે, આજના દિવસે કોઇપણ મૃત્યુ ન નોંધાતા રાહત સાંપડી હતી. નવસારી તાલુકામાં સૌથી વધુ ૧૦૬ કેસ નોંધાયા હતા. કેસના આંકડાઓ પર નજર કરીએ તો ૩૦૦ નવા કેસ સામે ૮૧ દર્દીઓ સાજા થયા છે.

કુલ કેસનો આંક ૮૯૩૧ થયો છે. ૨૩૬૨ લોકોના સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા પણ એક હજારને પાર થઈ છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ ૧૦૦૭ થયા છે. નવસારી જિલ્લામાં છેલ્લા ૫ દિવસમાં રવિવારને બાદ કરીએ તો સતત ૧૦૦થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જાેકે કોરોનાને હરાવીને સજા થનાર લોકોની સંખ્યા પણ વધુ હોવાને કારણે આંશિક રાહત પણ અનુભવાઇ રહી છે.

Related Posts