કોવિડ સર્વેલન્સની કામગીરી માટે પાટણ શહેરના ૧૧ વોર્ડ માટે ૨૯ ટીમ, સિદ્ધપુર શહેરના ૦૯ વોર્ડ માટે ૪૭ ટીમ અને રાધનપુર શહેરના ૦૭ વોર્ડ માટે ૦૭ ટીમ બનાવવામાં આવી છે. શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો ધરાવતા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આ લક્ષણો ધરાવતા નાગરિકોને હાઉસ-ટુ-હાઉસ સરવે કરી શોધી શકાય તથા કોવિડ સંક્રમણનું સૌથી વધુ જાેખમ ધરાવતા કોમોર્બિડિટી ધરાવતા નાગરિકો, સગર્ભા મહિલાઓ અને અતિ ઓછા વજનવાળા બાળકોની ઓળખ કરી તેમને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા સમજૂતિ આપવા સહિતની તાલીમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.
આ ઉપરાંત સર્વે કરવા માટે ઉપલબ્ધ માહિતી નોંધવા રજીસ્ટર, માસ્ક અને જરૂરી દવાઓની કીટ પણ સર્વેલન્સ ટીમને આપવામાં આવ્યા છે. આ ટીમ દ્વારા આરોગ્યલક્ષી પૂછપરછ ઉપરાંત હળવા લક્ષણો ધરાવતા નાગરિકોને દવાઓ આપવા સાથે હોમ આઈસોલેશન, વધારે પાણી પીવા, વારંવાર હાથ ધોવા તથા પૌષ્ટિક આહાર લેવા સમજૂત કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.કોવિડની ત્રીજી લહેરનો સામનો કરવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. સમયસર સારવાર આપી શકાય તે માટે સંક્રમિત વ્યક્તિઓને ઓળખી લેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાટણ, સિદ્ધપુર અને રાધનપુર ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપી ડોર-ટુ-ડોર સરવે જાેડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે પાટણ જિલ્લામાં પ્રતિદિન વધી રહેલા કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે દ્વારા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની ઓળખ કરી તેમને પ્રાથમિક સારવાર અને હોમ આઈસોલેટ કરી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય.
Recent Comments