fbpx
બોલિવૂડ

સાઉથ ફિલ્મ નિર્માતા પ્રદિપ રાજનું કોરોનાથી નિધન

કર્ણાટકના મલેનાડુ પ્રદેશના જંગલોના વિનાશ પર બનેલી ફિલ્મ ‘કિચુ’એ પ્રદીપ રાજની નવલકથા ‘હોટી ઉરિવા કિચિનાલ્લી’નું રૂપાંતરણ છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક સામાન્ય માણસ પોતાની સુરક્ષા માટે લડે છે.આ ફિલ્મ બાદ તેને ઘણી સફળતા મળી હતી. પ્રદીપ રાજની ફિલ્મ કિરાટકા પણ સાઉથની સુપરહિટ ફિલ્મ તરીકે ઉભરી આવી હતી. આ ફિલ્મ પછી એક્ટર યશે પણ સાઉથ સિનેમામાં ખુબ નામના મેળવી હતી.

આ ફિલ્મ બાદ સાઉથ સ્ટાર યશની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. કિરાટકા એ તમિલ ફિલ્મ કલાવાણીની સત્તાવાર કન્નડ રિમેક છે. આ ફિલ્મથી અભિનેતા યશે ફિલ્મોમાં ખાસ સફળતા મેળવી હતી. ફિલ્મ કિચ્ચુ વર્ષ ૨૦૧૮માં આવી હતી. આ ફિલ્મ કન્નડ અભિનેતા ધ્રુવ શર્માની છેલ્લી ફિલ્મ હતી. થોડા સમય પહેલા અભિનેતા ધ્રુવ શર્માનું પણ નિધન થયું હતું. અહેવાલો અનુસાર, કન્નડ અભિનેતા ધ્રુવ શર્માનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કન્નડ ફિલ્મ નિર્માતા પ્રદીપ રાજનું કોવિડના કારણે નિધન થયુ છે. માહિતી અનુસાર, ફિલ્મ નિર્દેશકે ગુરુવારે સવારે ૩ વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.ફિલ્મ નિર્માતા પ્રદિપ રાજના નિધનથી હાલ ચાહકોમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે.

પ્રદીપ રાજની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન પ્રદીપ રાજનું મોત નીપજ્યું હતું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક પ્રદીપ રાજના પુંડુચેરીમાં પૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રદીપ રાજે પોતાના દિગ્દર્શન કરિયરમાં ઘણી લોકપ્રિય અને હિટ ફિલ્મો આપી છે. તેણે ગિરગીટલ, કિચ્ચુ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. પ્રદીપ રાજે દ્ભય્હ્લ સ્ટાર યશ સાથે કિરતકા ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

Follow Me:

Related Posts