ભાવનગરમાં રીંગણના ભાવમાં વધારો, 70/80 પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે
ભાવનગર જિલ્લામાં શિયાળાની સીઝનમાં લીલા શાકભાજીના ભાવથી માંડ રાહત મળી હતી ત્યાં છેલ્લા થોડા દિવસથી ઓળો રીંગણના ભાવ કિલો દીઠ રૂપિયા ૭૦/૮૦ સુધી પહોંચી જતાં શિયાળામાં રીંગણ ખાવાં મોંઘાં બન્યાં છે. છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાક માટે વિષમ હવામાનની સ્થિતિ ઉભી થયા પછી રીંગણના પાકનો ઉતારો ઓછો થતાં તેની સીધી અસર ભાવ ઉપર થયાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં શાકભાજીના ભાવ અંકુશમાં આવતા હોય છે.
Recent Comments