fbpx
અમરેલી

ધારી બજરંગ ગૃપ દ્વારા શ્રી જલારામ મંદિર – ગ્રીનફર્ડ, લંડન ના સહયોગથી મફત દંત યજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો

પૂ. સ્વ. મંગળાબેન છોટાલાલ ખીરોયાની પુણ્ય સ્મૃતિમાં ખીરોયા પરિવાર,લંડન ના સહયોગથી ધારી ખાતે બજરંગ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે દંત યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ જેમાં હલતા દુખતા દાંત, દાઢ આયુર્વેદ ની જાલંધર બંધ વિદ્યા વડે ઇંજેક્શન વગર ૪૦ દર્દીઓને દાંત અને દાઢ કાઢી આપવામાં આવેલ અને જરૂરીયાત વાળા વૃધોને દાંત ની બત્રીસી વિનામૂલ્યે બનાવી અપવામાં આવેલ. બજરંગ ગ્રુપ દ્વારા દર મહિનાનાં પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ અને વિનામૂલ્યે દંત યજ્ઞ રાખવામાં આવશે તો આ બને કેમ્પ નો લાભ લેવા ધારી નગરના નગરજનોને બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી દ્વારા અપીલ કરવામાં આવે છે. આ બને ખર્ચાળ સારવાર વિનામૂલ્યે કરવામાં આવતી હોઈ તો લાભ લેવા વિનંતી. આપની આસપાસ gy આવા કોઈ દર્દી હોઈ તો જાણ કરવાં વિનંતી. આ કેમ્પમાં ધર્મેન્દ્ર લહેરૂ, મયુર જોશી,દુર્ગેશભાઈ ઢોલરીયા.હેમલ ખીરોયા દ્વારા સુંદર જહેમત ઉઠાવામાં આવેલ

Follow Me:

Related Posts