fbpx
રાષ્ટ્રીય

દેશમાં ફરી કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા ૩ લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૧,૭૭૭ દર્દી રિક્વર થયા છે. ત્યારે ૭૦૦થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ ૯,૬૯૨ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૧૯૭ નવા કેસ સામે આવ્યા છે. જેમાં ઓમિક્રોનના ૧૨૫ કેસ સામેલ છે. ત્યારે ૩૭ લોકોના મોત અને ૫૨,૦૨૫ દર્દી રિક્વર થયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસ ૨,૫૮,૫૬૯ છે.

ત્યારે તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૫૬૧ નવા કેસ સામે આવ્યા અને ૩૯ લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ૧૨,૩૦૬ કેસ નોંધાયા છે અને ૪૬ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં ૧૬૦,૪૩,૭૦,૪૮૪ ડોઝ વેક્સિનના લાગી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધી ૩,૬૦,૫૮,૮૦૬ લોકો રિક્વર થઈ ચૂક્યા છે. ગુજરાતની વાતી કરીએ તો ગઈકાલે એટલે કે ગુરૂવારે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.

ફરી રાજયમાં કોરોનાના કેસ ૨૦ હજારને પાર પહોંચ્યો છે. રાજયમાં કોરોનાના નવા ૨૪,૪૮૫ કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે ૧૩ લોકોના મોત થયા છે.દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૪૭,૦૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. ગુરૂવારના મુકાબલે ૨૯,૭૨૨ વધારે કેસ સામે આવ્યા છે. ગુરૂવારે દેશમાં કોરોનાના ૩,૧૭,૫૩૨ કેસ સામે આવ્યા હતા. હાલમાં એક્ટિવ સંખ્યાની વાત કરીએ તો તે આંકડો ૨૦ લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ આ વાઈરસના કારણે અત્યાર સુધી ૪,૮૮,૩૯૬ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોનના કેસમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. દેશમાં તેની સંખ્યા હવે ૧૦ હજારની નજીક પહોંચી ચૂકી છે.

Follow Me:

Related Posts