રાષ્ટ્રીય

એલઆઈસીનો આઈપીઓ દ્વારા સરકારને રાહત થશે

સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની પ્રારંભિક જાહેર ઓફર લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર જીઈમ્ૈંને ડ્રાફ્ટ સબમિટ કરશે. આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્ૈંઝ્રના જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળના વિભાજનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (જીઈમ્ૈં)ને આઈપીઓની દરખાસ્ત સબમિટ કરવાની અપેક્ષા રાખે છે.

વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં ન્ૈંઝ્રનો ૈંર્ઁં આવશે તે નિશ્ચિત છે.લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ૈંર્ઁંને લઈને કેપિટલ માર્કેટમાં ચિંતા વધી ગઈ છે. આ ૈંર્ઁંથી સરકારી ઉધાર કે નાણાકીય ખાધ ઘટાડવાના અનુમાન પણ આવવા લાગ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ જાે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ન્ૈંઝ્રનો ૈંર્ઁં પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે લગભગ ૩ લાખ કરોડ રૂપિયા રોકડ હશે.

રિપોર્ટમાં સરકારને કોઈપણ નવો ટેક્સ લગાવવા અંગે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વેલ્થ ટેક્સ જેવા કોઈપણ નવા ટેક્સથી લાભ કરતાં નુકસાન થવાની શક્યતા વધુ છે. તેનાથી વિપરીત બજેટમાં લાંબા ગાળાની જગ્યાએ ટૂંકા ગાળાની નીતિમાં સ્થિરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. જીમ્ૈંના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ કહે છે કે સરકારે ધીમે ધીમે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. બજેટમાં સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજકોષીય ખાધને માત્ર ૦.૩-૦.૪ ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખવું જાેઈએ. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રાજકોષીય ખાધ ૧૬.૫ લાખ કરોડ રૂપિયા અથવા જીડીપીના ૬.૩ ટકા રહેવાનો અંદાજ છે.

ઈર્ષ્ઠઇટ્ઠॅ રિપોર્ટમાં કરવામાં આવેલા આકલન મુજબ આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ઉધાર રૂ. ૧૨ લાખ કરોડ થવાની શક્યતા છે. જાે ન્ૈંઝ્રનો ૈંર્ઁં ચાલુ નાણાકીય વર્ષ એટલે કે માર્ચ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે રૂ. ૩ લાખ કરોડથી વધુ રોકડ સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજકોષીય ખાધને દૂર કરવામાં મદદ કરશે.

Related Posts