fbpx
અમરેલી

લાઠી તાલુકાના મુળિયાપાટ ગામે જનકભાઈ તળાવીયા ની આગેવાની હેઠળ ઈ-શ્રમ કાર્ડ કાઢવાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

લાઠી તાલુકાના મુળિયાપાટ ગામે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી. તળાવીયા ની આગેવાની હેઠળ ઈ-શ્રમ કાર્ડ કાઢવાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.લાઠી તાલુકાના સાવ છેવાડા નું ગણાતું મુળિયાપાટ ગામે  તાલુકાનાં છેવાડા ના ગામનાં નાના મા નાના લોકો સરકારશ્રી ની યોજનાં ના લાભ થી વંચિત ન રહી જાય તેવા હેતુ થી તળાવીયા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઇ-શ્રમ કાર્ડ ના ફાયદા વિશે માહિતી આપવામા આવી હતી આ કેમ્પમાં જનકભાઈ પી તળાવીયા સહિત લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ, લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી મધુભાઈ નવાપરા,ઠાંસા ગામનાં આગેવાંનશ્રી ધર્મેશભાઈ પરમાર તેમજ મુળિયાપાટ ગામનાં નવનિયુત સરપંચશ્રી બાબુભાઈ મારૂ, મહેશભાઈ મારૂ, ડાયાભાઇ, સુરેશભાઈ, રણછોડભાઈ, પ્રકાશભાઈ, સહિતના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ અને ઈ-શ્રમ કાર્ડ કાઢવા આવેલા ઓપરેટરશ્રી કિશનપરી ગોસાઈ દ્વારા આ કેમ્પના આયોજન ને સફળ બનાવવા આવ્યો હતો.આ ઈ-શ્રમ કાર્ડ કાઢવામાં મુળિયાપાટ ગામનાં ઘણાં બધા લોકોએ લાભ લીધો હતો અને સરકારશ્રી ની આ યોજનાનો ઘરબેઠા લાભ મળતા ગ્રામજનો દ્વારા જનકભાઈ તળાવીયા તેમજ સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts