અમરેલી

એલ.સી.સી ગ્રુપ લાઠી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર જનકભાઈ પી.તળાવીયા દ્વારા ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરવામાં આવી.

લાઠી એલ.સી.સી ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર તરીકે ભાજપ અગ્રણીશ્રી જનકભાઈ પી.તળાવીયા દ્વારા ટ્રોફી અને રોકડ રકમ  એનાયત કરવામાં આવી.એલ.સી.સી. ગ્રુપ લાઠી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિવિધ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સાવરકુંડલા અને લાઠી વચ્ચે આજરોજ ક્રિકેટની ફાઇનલ મેચ રમવામાં આવી હતી, આ મેચમા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ તળાવીયા, લાઠી નગરપાલિકા પ્રમુખશ્રી ભરતભાઈ પાડા,અમરેલી જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી રોમીલભાઈ કોટડીયા, આગેવાનશ્રી મુકેશભાઈ મેતલીયા તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો, અને ક્રિકેટ પ્રેમી યુવાન દોસ્તો આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ દર્શક મિત્રો હાજર રહ્યા હતા,

ક્રિકેટની ફાઈનલ ટુર્નામેન્ટમાં સાવરકુંડલા ની ટીમ રનર્સ-અપ રહી હતી અને લાઠીની ટીમે પોતાનાં ઘર આંગણે ફાઇનલ મેચ જીતી ને ટ્રોફી પોતાનાં નામે કરી હતી. માન. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી તેમજ ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી શ્રી જનકભાઈ પી. તળાવીયાના વરદહસ્તે રનર્સ-અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી અને વિજેતા થયેલી લાઠીની ટીમને ટ્રોફી તેમજ ૧૧૦૦૦ રૂપિયા રોકડાનું ઈનામ આપવામાં આવ્યું, ત્યારબાદ એલ.સી.સી ગ્રુપ લાઠી ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજકો દ્વારા જનકભાઈ પી.તળાવીયા નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts