ખેડૂત ઉત્પાદક મંડળ ની બેઠક મળી
શેત્રુંજી ડેમ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદન ને લગતા બની રહેલ ખેડુત ઉત્પાદક મંડળ( fpo ) ની બેઠક યોજાઈ ગઈ.આ બેઠકમાં ગુજરાતના SPNF ના કન્વીનર પ્રફુલભાઈ સેજલીયા તેમજ સજીવન ફાઉન્ડેશન cbbo ના માધવભાઈ જોશી તેમજ ઉદયભાઇ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ઉપસ્થિત રહેલ ડાયરેક્ટર સાથે ગુજરાતમાં જે એફપીઓ- ખેડૂત પાક મંડળ બની રહ્યા છે તેની વિગતો સાથે કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના પ્રારંભે લાલજીભાઈ સોલંકી તેમજ અન્યોએ ભાગ લીધો હતો. છેલ્લે ખેડૂતોના પ્રશ્નો ખેત ઉત્પાદન, પશુપાલન, ઓર્ગેનિક ખેતી, ગૌ સંવર્ધન વિશે વિશદ છણાવટ કરવામાં આવી હતી. અને પ્રશ્નોતરી પણ યોજાઈ હતી.
Recent Comments