આજરોજ સાવરકુંડલા કે કે મહેતા સરકારી હોસ્પિટલ ખાતે સાવરકુંડલા શહેરના સેવાભાવી યુવા હદય સમ્રાટ અને અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ની સુપુત્રી કુમારી નીલમ ના જન્મદિવસ નિમિત્તે દર્દી નારાયણો ને ફ્રટ વિતરણ કરી અને હોસ્પિટલમાં કોરોનાવાયરસ તરીકે સફાઈ કામ કરતા સફાઈ કર્મચારી બહેનોને સાડીઓ આપી અને એમની સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે અને વતન પ્રેમની યાદ ને સ્થાપિત કરી છે. આ તકે સુરેશભાઈ પાનસુરીયાના પરિવાર સાથે નગરપાલિકા સદસ્ય ભુપતભાઈ પાનસુરીયા તથા શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી,ભાજપ અગ્રણી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી સહિતના મિત્રો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
જનસેવા એજ પ્રભુસેવા સૂત્રને ચરિતાર્થ કરી અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ની સુપુત્રી નીલમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Recent Comments