fbpx
રાષ્ટ્રીય

મોંઢામાંથી આવતી વાસથી છૂટકારો મેળવવા ટ્રાય કરો આ HOMEMADE MOUTHWASH

મોંમાંથી વાસ આવવાની ફરિયાદ અનેક લોકો કરતા હોય છે. મોંમાંથી ત્યારે જ વાસ આવવાની શરૂ થાય છે જ્યારે એ બરાબર અંદરથી ક્લિન ના થતુ હોય. મોંમાંથી વાસ આવવાને કારણે અનેક લોકો શરમજનક પરિસ્થિતિમાં ઘણી વાર મુકાઇ જતા હોય છે. જ્યારે આ સમસ્યા વધી જાય ત્યારે દાંતમાં દુખાવો, દાંતમાંથી લોહી નિકળવુ, પેઢામાં સોજો આવવો તેમજ બીજી અનેક ઘણી સમસ્યાઓ પણ થઇ શકે છે.

જો તમારા મોંમાથી પણ દુર્ગંધ આવે છે તો તમારે તરત જ આનાથી બચવા માટે અનેક વસ્તુઓની કેર કરવી ખૂબ જ જરૂરી છે. જો દાંતની બરાબર સફાઇ ના થતી હોય તો તમે સારા માઉથવોશનો પણ ઉપયોગ કરી શકો છો. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો માઉથવોશ…

લવિંગ અને તજમાંથી બનાવો માઉથવોશ
લવિંગ અને તજ મોં સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા માટેની ઉત્તમ દવા છે. તજ અને લવિંગ મોંમાંથી આવતી વાસને થોડા જ દિવસોમાં દૂર કરી દે છે. આ માટે એક કપ પાણીમાં 7-8 લવિંગ અને તજ નાખો. ત્યારબાદ આ પાણીને હુંફાળુ ગરમ કરો. તો તૈયાર છે તમારું માઉથવોશ. હવે આ માઉથવોશનો ઉપયોગ તમે દિવસમાં 2-3 વાર કરી શકો છો.

મીઠુ અને બેકિંગ સોડામાંથી બનાવો માઉથવોશ
મીઠુ અને બેકિંગ સોડામાંથી બનાવવામાં આવતુ માઉથવોશ બીજી અનેક ઘણી સમસ્યાઓ માટે ખૂબ ફાયદાકારક છે. આ માઉથવોશ બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં ½ – ½ ચમચી બેકિંગ સોડા અને મીઠુ મિક્સ કરી લો. હવે બ્રશ કર્યા પછી 30 સેકન્ડ સુધી કોગળા કરો. ખાસ ધ્યાન એ રાખજો કે મીઠુ વધુ પ્રમાણમાં ના લેવાઇ જાય, નહિં તો તમને કોગળા કરવામાં તકલીફ પડશે. આ માઉથવોશ ગળાની ખારાશ અને પીળા પડી ગયેલા દાંતને ચમકાવવાનું પણ કામ કરે છે. મીઠુ તમારા દાંત માટે પણ અક્સીર છે. જો તમને ગળામાં વધુ પ્રમાણમાં દુખાવો થતો હોય તો તમે મીઠાના પાણીના કોગળા કરી શકો છો.

Follow Me:

Related Posts