કોરોનાના નવા વેરીએન્ટેનું લક્ષણ કાનમાં અસર થાય છે
કોવિડના ઓમિક્રોન વેરીએન્ટમાં ગળામાં ચાંદા પડવા જેવા લક્ષણો જાેવા મળ્યા છે. ગળામાં ચાંદા પડવાથી ઈન્ફેક્શન વધતાં કાનના પડદામાં સોજાે આવે છે. નાક, ગળું અને કાનની નસો એક જ હોવાથી કાનમાં દુઃખાવો થાય છે. આ નવું લક્ષણ છે. છેલ્લાં ૧૦ દિવસથી દૈનિક ૪ થી ૫ કેસ કાનમાં દુઃખાવાના આવે છે.
આવા કેસમાં અમે ફિઝિશિયન પાસે મોકલીએ છીએ. કોરોના અગાઉ શરદી કે ખાંસી વખતે ગળામાં ઈન્ફેક્શન થતું હતું. ઓમિક્રોનમાં પણ રૂટીન ઈન્ફેક્શન જ છે. કાનમાં દુઃખાવાનું કોઈ નવું લક્ષણ નથી. શરદી, ખાંસી મુખ્ય લક્ષણ હોવાથી ગળામાં ચાંદાના કારણે કાનમાં દુઃખાવો થતો હોય છે. તેના કારણે લોકો નિદાન કરાવતા હોય છે એટલે કાનમાં અસર હોય તેવા દર્દીઓએ ગભરાવાની જરૂર નથી. ડેલ્ટામાં વાયરસ ગળામાં થઈને ફેફસામાં જતો હતો. ઓમિક્રોન નાક, કાન અને ગળા સુધી મર્યાદિત રહે છે. ગળાથી આગળ શરીરમાં વધતો નથી. ગળામાં ચાંદા પડી જવાના કારણે કાનમાં દુઃખાવો થતો હોવાથી નવું લક્ષણ ઉમેરાયું હોઈ શકે. જાેકે, ૩ થી ૪ દિવસમાં કાનનો દુઃખાવો મટી જતો હોવાથી ચિંતા જેવું કંઈ નથી.કોવિડની ત્રીજીલહેરમાં ઓમિક્રોન વેરીએન્ટે કહેર શરૂ કર્યો છે. કોવિડ ફેફસાં, હ્રદય, મગજ, આંખને અસર કરતો હતો. પરંતુ, નવા વેરીએન્ટે કાન ઉપર પણ અસરો કરી છે.
મહેસાણા શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કાનમાં અસર બાદ નિદાન માટે દૈનિક ૪ થી ૫ દર્દી આવતાં હોવાનો તબીબોએ સ્વીકાર કર્યો છે. જાેકે, ૩-૪ દિવસમાં કાનમાં થતો દુઃખાવો મટી જતો હોવાથી દર્દીઓએ ચિંતા કરવા જેવું નહીં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.કોવિડ દર્દીમાં કેવા લક્ષણો જાેવા મળ્યા? કોવિડ દર્દીમાં તાવ, કફ, સ્વાદ અને ગંધ ગુમાવી દેવા, થાક, માથુ દુઃખવું, દુઃખાવો, નાક વહેવું (શરદી), ગળુ દુઃખવું, છીંકો ખાવી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જાેવા મળ્યા હતા. હવે કાનમાં દુઃખાવાના લક્ષણો જાેવા મળી રહ્યા છે.
Recent Comments