સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ ની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા ની ઉપસ્થિતમાં ધ્વજવંદન કરવામાં આવ્યું.
આજરોજ સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ ની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ની વિશેષ ઉપસ્થિતમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે સરપંચ શ્રી શિલ્પાબેન માલાણી, ઉપસરપંચ શ્રી સંતોકબેન ઢગલ તથા પંચાયતના સભ્યશ્રી રમેશભાઈ વાટલીયા, મનસુખભાઇ બોરડ, શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ નિનામ લોકશાળા ખડસલી સચાંલક શ્રી સંજયભાઈ ભાવનગર લોકશાળા આચાર્ય શ્રી નાનજીભાઈ મકવાણા, વેટેનરી કોલેજ ના આચાર્ય શ્રી ડો.કૃણાલ બદાણી તથા લાલજીબાપા વાટલીયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી અને ગોવિંદભાઈ જોગરાણા, વિહાભાઈ મેસુરીયા,ભનુભાઈ દોંગા,પ્રવીણભાઈ પટેલ સહિતના ગ્રામજનો તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments