ચમારડી નજીક આવેલ કુવરગઢ ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી
બાબરા ચમારડી નજીક આવેલ કુવરગઢ ગામે સમગ્ર ગ્રામજનો દ્વારા પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી.(ધ્વજવંદન ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર નિ હસ્તે કરવામાં આવ્યું, સાથે ગામ માં વિવિધ યોજનાઓ માંથી થયેલ કામો નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.)
બાબરા તાલુકાના ચમારડી નજીક આવેલ કુંવરગઢ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર પણ ઉપસ્થિત રહી તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગામ ના મુખ્ય ચોક મા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દ્રારા ગામની એકતા ના દર્શન થયા હતા. સાથે જ ગ્રામ પંચાયત ની જુની બોડી ને વિદાય આપી નવ નિર્મિત બોડી નું સ્વાગત કર્યું હતું સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય શ્રી દ્રારા ગામ મા વિવિધ યોજનાઓ માંથી મંજુર કરેલ કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં એ.ટી.વી.ટી. ૨૦૨૦-૨૧ યોજના માંથી બનેલ ભુર્ગભ પાણી ટાકો તેમજ એ.ટી.વી.ટી. ૨૦૨૧-૨૨ માંથી પાણી નો ટાકો સાથે અન્ય એક બ્લોક રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સમગ્ર ગ્રામજનો ની ઉપસ્થિતિ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર, તાલુકા પંચાયત ના પુર્વ સદસ્ય શ્રી કુલદીપભાઈ બસીયા, તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ દેથળીયા, ચમારડી ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી અરવિંદભાઈ મેમકીયા, દરબાર શ્રી અનકભાઈ વાળા નડાળા, વાલપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રામજીભાઈ ગજેરા, ઉદ્યોગપતિ શ્રી જયસુખભાઇ દેત્રોજા, કરમશીભાઈ, કુવરગઢ ગ્રામ પંચાયત ના પુર્વ સરપંચ શ્રી જગદીશભાઈ વિરોજા,જસમતભાઈ ચોવટીયા બીપીનભાઈ, કુવરગઢ ગ્રામ પંચાયત ના નવા યુવા સરપંચ શ્રી પરેશભાઈ પરમાર, ભરતભાઈ, જીવનભાઈ ભાયાણી, કાન્તિભાઈ, પરસોત્તમભાઈ ભાયાણી, ખોડાભાઈ વિરોજા, શાન્તિભાઈ સોળીયા, રતિભાઈ કાછડીયા, ચંદુભાઈ વિરોજા,ડોલી કરદમ્ભાઈ સહિત ના મહેમિનો, ગામના આગેવાનો, તેમજ સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી ને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
Recent Comments