અમરેલી પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ સુપ્રીટેન્ડન પાંડે સાહેબ ના વરદહસ્તે પુરા અદબ સાથે ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી
અમરેલી હેડ પોસ્ટ ઓફિસ કચેરી કમ્પાઉન્ડ ખાતે આજે ૭૩ માં પ્રજાસતાક પર્વ એ પોસ્ટ સુપ્રીટેન્ડન પાંડે સાહેબ ના વરદહસ્તે ધ્વજ વંદન સલામી અપાઈ ૭૩ માં પ્રજાસ્તાકદીન નિમિતે અમરેલી હેડ પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં માનનીય મંચસ્થ મહાનુભાવો , ડિવિઝનલ સુપ્રી.શ્રી અમરીશ પાંડે સાહેબ , ડિવિઝનલ ઓફિસ આસી . સુપ્રી . શ્રી ચુડાસમા સાહેબ , સબ ડિવિઝનલ ઇન્સ્પેકટર.શ્રી ભાવિનભાઈ મહેતા , પબ્લીક રિલેશન ઇન્સ્પેક્ટર શ્રી કિશોરભાઈ ભટ્ટ , હેડ પોસ્ટ ઓફિસ પોસ્ટમાસ્તર શ્રી એમ.પી.માંગરોળિયા સાહેબ તથા તમામ સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં આન બાન , અને શાન થી લહેરાતા તિરંગા ને પુરા અદબ સાથે સલામી આપીને પોસ્ટ ડિપાર્ટમેન્ટ અને સમગ્ર ભારતના લડાયક ઘડવૈયાની શોર્ય ગાથાને ઉજાગર કરતા મંચસ્થ મહાનુભાવોના અદભુત પ્રવચનો સાથે એકયતા ભાતૃપ્રેમ સામાજિક સંવાદિતા નો સુંદર સંદેશ આપ્યો હતો પોસ્ટ ડિપાર્ટમેન્ટ ને એક ઉન્નત સ્થાન પ્રાપ્તિ હેતુ દરેકે સંકલ્પ સિદ્ધિનું પ્રદર્શન કર્યું હતું
Recent Comments