ર૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિન ની ઉજવણી અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે જનતા વિદ્યાલયના પટાંગણમાં અમરેલીના ધારાસભ્યશ્રી પરેશધાનાણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી દેશના ૭૩માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી, આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કીર્તીભાઈ ચોડવડીયા, તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અને કેરીયાચાડના સરપંચ રાવતભાઈ ધાધલ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકીયા, પ્રવીણ કમાણી, બાબાપુર સર્વોદય હાઈસ્કુલના ડાયરેકટર મંદાકીનીબહેન પુરોહિત, જનતા વિદ્યાલયના આચાર્ય રેખાબેન મિયાણી, તથા જનતા વિદ્યાલયનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
૭૩માં પ્રજાસતાક દિવસની ઉજવણી પરેશ ધાનાણીએ અમરેલી તાલુકાના કેરીયાચાડ ગામે કરી


















Recent Comments