fbpx
રાષ્ટ્રીય

શિયાળામાં ખોવાઇ ગઇ છે સ્કિનની ચમક? તો ખાઓ આ વસ્તુઓ, આપોઆપ જ નિખરી ઉઠશે સ્કિન

ઠંડીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે અનેક લોકોને સ્કિનના નાના-મોટા પ્રોબ્લેમ્સ શરૂ થઇ જતા હોય છે. ઠંડીનો ચમકારો વધવાથી હવામાં ઠંડક વધી રહી છે જેના કારણે સ્કિન શુષ્ક થઇ જાય છે અને સાથે સ્કિન પર ખંજવાળ આવવા લાગે છે. ઠંડીમાં વધારો થતા જ અનેક લોકો લોશન, ક્રીમ, મોઇશ્યુરાઇઝરનો વારંવાર ઉપયોગ કરતા હોય છે. આમ, જો તમે પણ આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ શાકભાજીને તમે તમારા ડાયટમાં સામેલ કરો અને સ્કિનની અનેક સમસ્યામાંથી રાહત મેળવો.

લીલા શાકભાજીમાંથી મળે છે પૂરંતુ પોષણ

ઠંડીની સિઝનમાં દરેક લોકોએ બને એમ વધારે પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા જોઇએ. લીલા શાકભાજી ખાવાથી સ્કિન સ્મુધ થાય છે અને ખંજવાળ આવતી બંધ થઇ જાય છે. ઠંડીની સિઝનમાં પાલક, મેથી, સરગવાનું શાક તેમજ બીજા અનેક પ્રકારના ગ્રીન સલાડ ખાવા જોઇએ. લીલા શાકભાજીમાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, મિનરલ તેમજ બીજા અનેક પૌષ્ટિક તત્વો હોય છે જે ડ્રાય સ્કિનને દૂર કરે છે અને સ્કિનની સુંદરતા વધે છે.

શિયાળામાં ગાજર ખાઓ

શિયાળાની કડકડતી ઠંડીમાં લાલ રંગના ગાજર દરેક લોકોએ અચુક ખાવા જોઇએ. ગાજર વિટામીન સીથી ભરપૂર હોય છે, જે શરીરમાં અનેક પોષક તત્વો પૂરા પાડીને સ્કિનને સુંદર બનાવે છે. ગાજર ખાવાથી સ્કિન કોમળ, મુલાયમ અને લચીલી બને છે. ગાજર ખાવાથી ચહેરા પર કરચલીઓ નથી પડતી અને સ્કિન મસ્ટ ટાઇટ રહે છે.

પાલક

પાલક સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક વિટામીન એ, સી અને ઇથી ભરપૂર હોય છે, જે સ્કિન માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. પાલક ખાવાથી સ્કિનમાં નિખાર આવે છે અને ચહેરા પર કાળા ધબ્બા જેવા અનેક ડાધ પણ દૂર થાય છે.

સલાડ

શિયાળામાં અચુક દરેક લોકોએ સલાડ ખાવો જોઇએ. સલાડમાં દરેક પ્રકારના વિટામીન્સ હોય છે જે સ્કિન માટે ખૂબ જ હેલ્ધી ગણવામાં આવે છે. સલાડ ખાવાથી તમને અનેક પ્રકારના વિટામીન્સ મળી રહે છે.  

Follow Me:

Related Posts